મહેસાણા દૂધ સાગર ડેરીની ચૂંટણીને માત્ર ગણતરીના કલાકો બાકી રહ્યા છે. દૂધસાગર ડેરીની ચૂંટણી અત્યંત રસા કસી ભરેલી રહેશે, ચૂંટણી અંગે વિપુલ ચૌધરીની સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ હવે સાથે આવ્યા છે. કોંગ્રેસ નેતા જયરાજસિંહ પરમાર, સાગર રાયકા અને સીજે ચાવડાએ વિપુલ ચૌધરીને સમર્થન જાહેર કર્યું છે. આ મામલે કોંગ્રેસ નેતા જયરાજસિંહ પરમારે નિવેદન આપ્યું છે કે કોંગ્રેસ સત્ય અને અસત્ય ની લડાઈમાં સત્ય સાથે રહે છે.

કોંગ્રેસ નેતા જયરાજસિંહ પરમારે નિવેદન આપ્યું
સરકારની અન્યાય ભરેલી નીતિમાં કોંગ્રેસ લડતી આવી છે, વધુમાં જણાવ્યું કે બોગસ કેસ ઉભો કરીને વિપુલ ચૌધરી ને પરેશાન કરવામાં આવ્યા છે. જે લોકો ને સત્તા લેવી છે તે વાહિયાત વાત ફેલાવે છે સાગરદાણ મહારાષ્ટ્ર માં પશુઓ માટે મોકલ્યું હતું. તમામ સમાજ વિપુલ ચૌધરી સાથે છે. તેમણે વધુમાં જણાવ્યું કે 1932 કર્મચારીઓ ની વાત છે તો કેમ ગણ્યા ગાંઠ્યા કર્મચારીઓ ના નિવેદન મેળવ્યા છે
- દૂધસાગર ડેરી ચૂંટણી મામલો
- કોંગ્રેસ અગ્રણી જયરાજસિંહ પરમાર નું નિવેદન
- કોંગ્રેસ સત્ય અને અસત્ય ની લડાઈમાં સત્ય સાથે રહે છે
- સરકારની અન્યાય ભરેલી નીતિમાં કોંગ્રેસ લડતી આવી છે
- તમામ સહકારી સંસ્થાઓમાં સરકાર હસ્તક્ષેપ કરી રહી છે
- તાકાત હોય તો લોકશાહી પદ્ધતિ થી ચૂંટણી લડો

દૂધસાગર ડેરી ચૂંટણી મામલો
મહેસાણા દૂધ સાગર ડેરીની ચૂંટણીમાં હવે નવો પવન ફૂંકાયો છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસ અગ્રણી સાગર રાયકા પણ સમર્થનમાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે ભાજપ જે હદે ગઈ છે તે ખોટું છે, 5 તારીખે વિપુલ ચૌધરી જીતશે તેમાં કોઈ બે મત નથી, વિપુલ ચૌધરી જીતે તે માટે અમે રાત દિવસ મહેનત કરી રહ્યા છીએ.

તમામ સમાજ વિપુલ ચૌધરી સાથે છે
- એક બાજુ વિપુલ ભાઈ ને જેલમાં પૂરવા છે તો બીજી બાજુ વિપુલ ભાઈ વિરુદ્ધ અપ્રચાર કરો છો
- સાગરદાણ મહારાષ્ટ્ર માં પશુઓ માટે મોકલ્યું હતું
- બોગસ કેસ ઉભો કરીને વિપુલ ચૌધરી ને પરેશાન કરવામાં આવ્યા છે
- 1932 કર્મચારીઓ ની વાત છે તો કેમ ગણ્યા ગાંઠ્યા કર્મચારીઓ ના નિવેદન મેળવ્યા છે
- જે દિવસે શાસન પલટશે તે દિવસે અત્યારે ખોટું કરનાર ને જેલ ની હવા ખાવી પડશે
- વિપુલ ચૌધરી પોતાના બાપ નું નામ ન બગાડે
- જે લોકો ને સત્તા લેવી છે તે વાહિયાત વાત ફેલાવે છે
- તમામ સમાજ વિપુલ ચૌધરી સાથે છે