ઇઝરાયલમાં હજારોની સંખ્યામાં લોકોએ રસ્તા ઉપર ઉતરીને વડાપ્રધાન બેંજામિન નેત્યનાહૂના વિરોધમાં પ્રદર્શન કર્યુ હતું. પ્રદર્શનકારીઓએ બેંજામિન નેત્યનાહૂના રાજનામાની મંગ કરી છે. બેંજામિન નેત્યનાહૂ પર કરોડોના ભ્રષ્ટાચારના આરોપો છે. આ સિવાય પ્રદર્શનકારીઓનો આરોપ છે કે નેત્યનાહૂ કોરોના વાયરસ સંકટનો યોગ્ય રીતે સામનો નથી કરી શક્યા. પ્રદર્શનકારીઓના હાથમાં પોસ્ટર અને કાર્ડ હતા જેની અંદર ‘કાયદાની નજરમાં બધા સમાન’ અને ‘પાછા જાઓ’ લખેલું હતું. આ પ્રદર્શન પ્રધાનમંત્રી કાર્યાલય નજીક કરવામાં આવ્યું હતું.

કાયદાની નજરમાં બધા સમાન’ અને ‘પાછા જાઓ’ લખેલું

પ્રદર્શન પ્રધાનમંત્રી કાર્યાલય નજીક કરવામાં આવ્યું

ઇઝરાયલમાં છેલ્લા ઘણા મહિનાથી વડાપ્રધાન નેત્યનાહૂ સામે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. નેત્યનાહૂ ઉપર ભ્રષ્ટાચાર, કૌભાંડ અને વિશ્વાસઘાતના આરોપો લાગેલા છે. આ તમામ આરોપો સહકર્મીઓ અને તેમના અબજોપતિ મિત્રો સાથે જોડાયેલા છે. જો કે વડાપ્રધાન નેત્યનાહૂએ આ તમામ આરોપોને નકાર્યા છે. પ્રદર્શનકારીઓનું કહેવું છે કે ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા નેત્યનાહૂ દેશનું નેતૃત્વ બરાબર નહીં કરી શકે.  આવનારા દિવસોમાં આ અંગે સુનવણી પણ શરુ થવાની છે.

નેત્યનાહૂ ઉપર ભ્રષ્ટાચાર, કૌભાંડ અને વિશ્વાસઘાતના આરોપો લાગેલા

ઇઝરાયલની અંદર બે વર્ષની અંદર ચાર વખત ચૂંટણી યોજાઇ છે. આ એક પ્રકારે નેત્યનાહૂ સામે બીજો જનમત સંગ્રહ હશે, જેમાં તેમણે પોતાની પાર્ટીની અંદર પણ પડકારોનો સામનો કરવો પડશે. પ્રદર્શનકારીઓનું કહેવું છે કે નેત્યનાહૂ અને તેમની સરકાર કોરોના સંકટ સામેની લડાઇમાં પણ નિષ્ફળ સાબિત થઇ છે.

ગયા વર્ષે કોરોના વાયરસના કારણે દેશની અર્થવ્યવસ્થા પણ પ્રભાવિત તિ છે. જો કે નેત્યનાહૂ અને તેમના સહયોગીઓ કોરોના વેક્સીનેશન પ્રોગ્રામનો ઉપયોગ વિરોધીઓને જવાબ આપવાના રુપમાં કરી રહ્યા છે. કોરોના વેક્સીનેશનના મામલે ઇઝરાયેલ દુનિયાના તમામ દેશો કરતા આગળ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here