યુનાઇડેટ કિંગ્ડમમાં કોરોનાના નવાં સ્ટ્રેને હાહાકાર મચાવ્યો છે. જેથી ત્યાંના વડાપ્રધાન બોરિસ જ્હોનસને આજે સંકેત આપ્યો છે કે અત્યારે વિવિધ તબક્કા(ટીઅર)માં લાગુ પાડવામાં આવેલું લોકડાઉન વધુ કડક થઇ શકે છે. બીજી તરફ અમેરિકામાં કોરોનાનો કુલ મૃત્યુઆંક સાડા ત્રણ લાખને પાર પહોંચ્યો છે અને ત્યાં પણ કોરોનાની બીજી લહેર આવે તેવી શક્યતા છે. જો કે અમેરિકાએ તેની સામે રસીકરણની પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બનાવવાના પગલાં અમલમાં મૂક્યા છે. આજે વિશ્વના કુલ કોરોના કેસોનો આંક 8,50,34,284 થયો.

વડાપ્રધાન બોરીસ જ્હોનસને કરી અપીલ

યુનાઇટેડ કિંગ્ડમમાં શિક્ષકોના યુનિયન છેલ્લાં ઘણાં દિવસોથી માગણી કરી રહ્યાં છે કે દેશભરમાં શાળાઓ બંધ કરવી જોઇએ અને બીજી તરફ આજે વડાપ્રધાન બોરિસ જ્હોનસને આજે માતા-પિતાઓને અપીલ કરી હતી કે બાળકોમાં નવાં સ્ટ્રેઇનનું જોખમ ખૂબ જ ઓછું છે. જેથી જે વિસ્તારોમાં શાળાઓ ખૂલી છે ત્યાં માતા-પિતા બાળકોને સોમવારથી શાળાએ મોકલે. જો કે તેમણે કહ્યું હતું કે આવનારા અઠવાડિયાઓમાં  લોકોએ વધુ કડક બંધનો માટે તૈયાર રહેવું પડશે અને પ્રતિબંધોની હારમાળા વિશે સરકાર વિચારણા કરી રહી છે, પરંતુ શાળાઓ સુરક્ષિત છે અને ઘણાં વિસ્તારોમાં શાળાઓ ખોલવા અંગે વિચારણા ચાલી રહી છે.

અમેરિકામાં કોરોનાની બીજી લહેર આવે તેવી આશંકા

આ અઠવિડાયે યુ.કે.માં કોરોનાના નવાં 57,725 કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક 75 હજારને નજીક પહોંચ્યો છે. અમેરિકામાં પણ કોરોનાનો મૃત્યુઆંક 3,50,000ને પાર પહોંચી ગયો છે અને સ્વાસ્થય નિષ્ણાતો દહેશત વ્યક્ત કરી રહ્યા છે અમેરિકામાં કોરોનાની બીજી લહેર આવે તેવી આશંકા વ્યક્ત કરાઇ રહી છે. હોપકીન્સ યુનિવર્સિટી દ્વારા તૈયાર એકત્ર કરવામાં આવેલા ડેટા અને માહિતી પ્રમાણે ક્રિસમસ અને ન્યૂયરના કરાણે એકબીજાને મળેલા લોકો અને થયેલા આયોજનનોના કારણે બીજી લહેર આવવાની શક્યતા છે તેમજ હાલ જે રીતે બે કંપનીની રસીઓ અપાઇ રહી છે તે પ્રક્રિયા ગૂંચવણભરી અને ધીમી છે. જેથી સરકાર અત્યારે સરળ અને ઝડપી રસીકરણ પર ભાર મૂકી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here