હાથરસમાં વધુ એક દીકરીનું દુષ્કર્મ બાદ મોત થયું છે. હકિકતમાં 15 દિવસ પહેલા સાદાબાદ વિસ્તારમાં મઈ જટોઈ નિવાસી 6 વર્ષીય બાળકી પર અલીગઢ જિલ્લાના ઈગલાસ ગામમાં રેપ થયો હતો. બાળકીને દિલ્હીના એક હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયુ છે. દીકરીના મોતથી ગુસ્સે ભરાયેલા પરિવારજનો મૃતદેહને રસ્તા પર મુકી ભેગા થયા છે.

  • પરિવાર જ્યાં સુધી આરોપી નહીં પકડાય ત્યાં સુધી અંતિમ સંસ્કાર નહી કરે
  •  આ મામલામાં પોલીસે આરોપની ધરપકડ કરી છે પરંતુ…
  • પરિવારનો આક્ષેપ છે કે પોલીસે સાચા આરોપીને નથી પકડ્યો

પરિવારની માંગ છે કે જ્યાં સુધી આરોપી નહીં પકડાય  અને જ્યાં સુધી તેઓ ઈગલાસ પોલીસ અધિકારીને ને સસ્પેન્ડ ન કરાય ત્યાં સુધી તેઓ બાળકીનો અંતિમ સંસ્કાર નહીં કરે. સ્થળ પર મોટા પ્રમાણમાં પોલીસ ફોર્સને તૈનાત કરવામાં આવી છે. આ મામલામાં પોલીસે આરોપની ધરપકડ કરી છે. પરંતુ પરિવારનો આક્ષેપ છે કે પોલીસે સાચા આરોપીને નથી પકડ્યો.

હાથરસની દલિત યુવતીના ગેંગરેપની ઘટનાને પગલે દેશમાં આક્રોશ છે. રાજકારણ ગરમાયું છે.  ઉલ્લેખનીય છે કે પોલીસે પરિવારની ગેરહાજરીમાં અડધી રાતે પરિવારની મરજી વિરુદ્ધ પીડિતાનો અંતિમ સંસ્કાર કરી દીધો હતો. જેને પગલે દેશમાં રોષ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે UPના હાથરસમાં યુવતી પર ગેંગરેપના મામલામાં પીડિતાનું સફદરજંગ હોસ્પિટલમાં અવસાન થયું છે.  

યુવતીના સંબંધીઓએ આ વાતની પુષ્ટિ કરી છે. 15 દિવસ પહેલા  14 સપ્ટેમ્બરના રોજ હાથરસમાં યુવતી પર ગેંગ રેપ થયો હતો. 4 આરોપીઓએ યુવતી સાથે ક્રૂરતા પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. યુવતીને અત્યંત ગંભીર હાલતમાં હોસ્પિટલ દાખલ કરાઈ હતી.  હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવતીએ જીવ ગુમાવ્યો હતો. ઘટનાની જાણ કોઈને ન કરી શકે તે માટે નરાધમોએ તેની કરોડરજ્જુ તોડી નાંખ્યો હતો. તેની જીભ પણ કાપી નાંખી બર્બરતા આચરી હતી.  ઉલ્લેખનીય છે કે પીડિતાએ ચાર આરોપીઓની ઓળખ કરી છે. રામુ, લવકુશ, રવિ અને સંદીપ નામના નરાધમોની ઓળખ કરાઈ છે. ત્યારે વધું એક બાળકી સાથે દુષ્કર્મ બાદ મોતની ઘટના સામે આવી છે. 

ત્યારે હાથરસ ગેંગરેપ મામલે રાજકારણ ગરમાતા યોગી આદિત્યનાથે સીબીઆઈની તપાસની માંગ કરી છે. આ સાથે રાજ્ય સરકારે દાવો કર્યો છે કે રાજ્યમાં હિંસા ભડકાવવાનું કાવતરુ ઘડાઈ રહ્યુ હતુ. જેની પાછળ પીએફઆઈનું નામ આવ્યું છે. રાજ્યની પોલીસે આ મામલે 4ની ધરપકડ પણ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here