નવુ વર્ષ આવી ગયુ છે અને જો તમે નવો ફોન ખરીદ્યો હોય અથવા તો ખરીદવાનુ વિચારી રહ્યાં હોય તો તમારા માટે કેટલીક વાતો ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે. નવો ફોન લીધા પછી થોડા સમય સુધી આપણે તેની કેટલીક વસ્તુઓ પર ફોકસ કરીએ છીએ, જેમાં એક સ્ક્રીમ ગાર્ડ છે. તે આપણે જલ્દીથી જલ્દી ફોન પર લગાવી દઇએ છીએ, જેથી ડિસ્પ્લે પર કોઇપણ પ્રકારના સ્ક્રેચ ન પડે. આપણને નવા ફોનની ડિસ્પ્લેની તો ચિંતા રહે છે પરંતુ ફોનની અનેક એવી Settings પણ છે, જે નવા ફોન માટે ઘણી જરૂરી છે. ચાલો તમને જણાવીએ નવા ફોનમાં કઇ Settingsનું ખાસ ધ્યાન રાખવાથી તમારા ઘણા કામ સરળ બની જશે.

કરી લો સિક્યોર
કોઇપણ ફોન માટે સિક્યોરિટી ઘણી જરૂરી છે. ફોન લેતા જ આપણને તેની સિક્યોરીટીનો ખ્યાલ આવે છે. તો ફોન ખરીદતા જ તેને સિક્યોર કરવા માટે કેટલીક રીતો જરૂર અપનાવવી જોઇએ. તેમાં ફંગર પ્રિન્ટ, પાસવર્ડ, પેટર્ન લૉક અને ફેસ રિકોગ્નાઇઝેશન જેવી રીતોમાં તમે કોઇ પણ યુઝ કરી શકો છો.
Widget પર રાખો ધ્યાન
નવો ફોન ખરીદતી વખતે કેટલાક Widgets તમારા ફોનમાં પહેલાથી જ ઇન્સ્ટોલ હોય છે. આ એપ્સન અને widgets ફોનની બેટરી કંઝ્યુમ કરે છે. તો ડાઉનલોડેડ વિજેટ્સમાં જેની જરૂર ન હોય તેને હટાવી દો.
Device Manager છે જરૂરી
જો તમે નવો ફોન ખરીદ્યો હોય તો તેમાં Device manager એપ ડાઉનલોડ કરી લો. આ એક એવી એપ છે જે દરેક એન્ડ્રોયડ ફોનમાં હોવી જરૂરી છે. આ એપ દ્વારા ફોન ખોવાઇ જાય તો લોકેશન જાણી શકાય છે. રિંગ કરવાની સાથે જ તેને લૉક કરવાની પણ સુવિધા મળે છે.
Customize Wallpaper થી કામ બનશે સરળ
ફોન ખરીદતા જ તમારી હોમ સ્ક્રીન કસ્ટમાઇઝ કરી લો. વૉલપેપર, કલર, આઇકન્સને પોતાના હિસાબે એડજસ્ટ કરો. કેટલીક એપ્સ જેને તમે વારંવાર અથવા તો વધુ યુઝ કરો છો તેને પોતાની હોમ સ્ક્રીન પર સેટ કરી લો જેથી ફોન ચલાવવામાં સરળતા થઇ જાય.