નેશનલ ઓટોમિક ટાઈમસ્કેલનું પીએમ મોદીએ કર્યું ઉદ્વાટન, ભારત હવે સેકન્ડના અરબોના હિસ્સાના માપનમાં સક્ષમ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા નેશનલ મેટ્રોલોજી કોન્કલેવનું લોકર્પણ કર્યું હતું. પીએમ મોદીએ નેશનલ ઓટેમિક ટાઈમસ્કેલ અને ભારતીય નિર્દેશક દ્રવ્ય રાષ્ટ્રને સમર્પિત કર્યું અને નેશનલ એનવાયરમેન્ટ સ્ટન્ટાડર્સ લેબોરેટરીની આધારશીલા પણ રાખી હતી. આ પ્રસંગ પર કેન્દ્રીય મંત્રી ડો હર્ષવર્ધન પણ હાજર રહ્યા હતા.
મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા નેશનલ મેટ્રોલોજી કોન્કલેવનું લોકર્પણ કર્યું
આ પ્રસંગ પર પીએમ મોદીએ જણાવ્યું કે કોરોના વેક્સિનનો સૌથી મોટો પ્રોગ્રામ શરૂ થઈ રહ્યો છે. આપણા વૈજ્ઞાનિકોના કામ પર ગર્વ છે. નવા વર્ષમાં ભારતમાં બે કોરોના વેક્સિનને મંજૂરી આપી છે. પીએમ મોદીએ જણાવ્યું કે આપણા દેશમાં સર્વિસીઝની ક્વોલિટી હોય કે સરકારી સેક્ટરમાં હોય તે ખાનગીમાં હોય. પ્રોડક્ટસની ક્વોલિટી હોય અથવા સરકારી સેક્ટરમાં હોય કે ખાનગી સેક્ટરમાં હોય. આપણી ક્વોલિચી સ્ટાન્ડર્ડ એ નક્કી કરશે કે દુનિયામાં ભારત અને ભારતના પ્રોડ્કટ્સની તાકાતમાં કેટલો વધારો થાય, તે જરૂરી છે.

વૈજ્ઞાનિક વિદ્યાર્થીઓ સાથે કરે સંવાદ
પીએમ મોદીએ જણાવ્યું કે CSIRના વૈજ્ઞાનિક દેશના વધુને વધુ વિદ્યાર્થીઓ સાથે સવાદ કરે, કોરોના કાળમાં પોતોના અનુભવોને અને આ શોધ ક્ષેત્રમાં કરવામાં આવેલા કામોને નવી પેઢી સાથે શેર કરે, તેનાથી આવનારા ભવિષ્યમાં તમને યુવા વૈજ્ઞાનિકોની નવી પીઢી તૈયાર કરવામાં મોટી મદદ મળશે.

કોન્કલેવમાં પીએમ મોદીએ જણાવ્યું કે દેશ 2022માં પોતાની સ્વતંત્રતના 75 વર્ષ પૂર્ણ કરશે, જ્યારે વર્ષ 2047માં આઝાદીના 100 વર્ષ પૂર્ણ થશે. આપણે આત્મનિર્ભર ભારતના નવા સંકલ્પોને ધ્યાનમાં રાખીને નવા ધોરણો, નવા માપદંડો, નવા સ્ટાન્ડર્ડસ અને નવા બેંચમાર્કસને સેટ કરવાની દિશામાં આગળ વધવાનું છે.