અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો ગૌરવવંતો દરજ્જો મળ્યા બાદ એક તરફ હેરિટેજ મૂલ્યો ધરાવતી ઈમારતોની જાળવણીની દિશામાં ઘોર બેદરકારી સેવવામાં આવે છે, તો બીજી તરફ ઐતિહાસિક મિલકતોની મરામત – રીપેરીંગ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ બતાવવામાં આવે છે. આ ખર્ચ ખાનગી માલિકોની મિલકતો પાછળ કરાયો કે મ્યુનિ.ની મિલકતો પાછળ તેના હિસાબો યોગ્ય રીતે મળતા નહીં હોવાથી વિવાદ સર્જાયો છે. મ્યુનિ.ના ચિફ ઓડિટરે તેમના વાર્ષિક અહેવાલમાં આ અંગે ગંભીર નોંધ લીધી છે. 2017-18માં હેરિટેજ ખાતા દ્વારા રૂા. 48.02 કરોડનો કેપીટલ ખર્ચ કરેલ છે. જે પૈકી રૂા. 4.35 કરોડ ઈમારતોની મરામત પાછળ ખર્ચાયા છે.

2017-18માં હેરિટેજ ખાતા દ્વારા રૂા. 48.02 કરોડનો કેપીટલ ખર્ચ કરેલ

એકાઉન્ટના બીજા ભાગમાં આવો જ ખર્ચ રૂા. 76.37 લાખ દર્શાવાયો છે. એવી જ રીતે વર્ષ 2018-19માં રૂા. 51.19 કરોડના કેપીટલ ખર્ચમાંથી રૂા. 3.26 કરોડ મિલકતોની મરામત પાછળ ખર્ચાયા છે. આ ખર્ચની વિગતો, ખર્ચ ખાનગી મિલકતો પાછળ કરાયો કે મ્યુનિ.ની મિલકતો પાછળ, આ અંગેની નીતિ શું છે, કઇ મિલકતો પાછળ કેટલો ખર્ચ થયો તેની કોઇ જ વિગતો ઓડિટ ખાતાને આપવામાં આવી નથી.

કેટલીક જગ્યાએ ઈમારત તૂટીને પ્લોટ થઇ ગયેલા છે

વિગતો નહીં આપવાનો સીધો અર્થ ગેરરીતિ અને ગોટાળા થતો હોય છે. આમ છેલ્લા વર્ષમાં 8.74 કરોડ હિસાબ ચોકવટથી કરાયો નથી.અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ 42 જેટલી હેરિટેજ ઈમારતો તૂટીને ત્યાં ફ્લેટ શોપીંગ મોલ પ્લાન પાસ કરાવ્યા વગર જ ટીડીઓ ખાતું અને હેરિટેજ ખાતાની રહેમનજર હેઠળ બની ગયા છે.

કેટલીક જગ્યાએ ઈમારત તૂટીને પ્લોટ થઇ ગયેલા છે. આ અંગે બહુ જ વિવાદ થતાં ટીડીઓ ખાતાએ આ તમામ મિલકતો સીલ કરી દીધી હતી અને બેથી ત્રણ મિલકતો તૂટી તે પછી રાજકિય બ્રેક લાગી ગઇ હતી. બાદમાં બાકીની મિલકતોને પ્લાન મૂકીને પાસ કરાવી લેવા જણાવાયું હતું, કેટલાંના પ્લાન પાસ થયા હશે તે પ્રશ્ન છે.

અહીં પ્રશ્ન ગેરકાયદે બાંધકામ કરતાં પણ હેરિટેજ મિલકતની જાળવણી ના થઇ એ બાબતનો છે. મ્યુનિ.ના વહિવટમાં ચાલતી પોલમ્પોલ અંગે કોઇ જોનાર જ ના હોય તેવું છે. આટલી મોટી બેદરકારી છતાં ટીડીઓવાળા કે હેરિટેજવાળા કોઇનોય ખૂલાસો પણ મગાયો ના હતો. સામેથી તે સમયના મધ્યઝોનના ડે. ટીડીઓને તે જ ગાળામાં પ્રમોશન અપાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here