ભારતમાં ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીજીસીઆઈ)એ કોરોનાની બે રસીઓ કોવિશિલ્ડ અને કોવેક્સિનને અંતિમ મંજૂરી આપી દીધી છે ત્યારે હવે આગળની પ્રક્રિયા શું હશે તે અંગે લોકોના મનમાં અનેક સવાલો ઊઠી રહ્યા છે. આ સવાલોના જવાબ આપતા હોય તેમ એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે, હવે સરકાર ટૂંક સમયમાં આ રસીઓ ખરીદશે અને રાજ્યોને મોકલશે ત્યાર પછી દેશમાં રસીકરણ કાર્યક્રમ શરૂ થશે.

કોવિશિલ્ડનો ઉપયોગ પ્રાથમિક રસી તરીકે અને કોવેક્સિનનો બેકઅપ વિકલ્પ તરીકે થશે : ગુલેરિયા

એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે, હવે કેન્દ્ર સરકાર ઉત્પાદકો પાસેથી રસીઓ ખરીદશે અને રાજ્યોની જરૂરિયાત મુજબ તેમને રસીઓ મોકલશે. ત્યાર પછી રસીકરણ શરૂ થઈ જશે. બંને રસીઓનું ઉત્પાદન ભારતમાં જ થાય છે તેથી હવે રસીકરણમાં વધુ સમય નહીં લાગે. આપણા દેશ માટે આજનો દિવસ ઘણો સારો છે અને નવા વર્ષની શરૂઆત માટે આ ખૂબ જ સારી રીત છે. તેનો પડતર ખર્ચ ઓછો છે અને તેની જાળવણી સરળ છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશમાં ૧૪મી જાન્યુઆરીને મકરસંક્રાતિથી રસીકરણ શરૂ થશે.

ઉત્તર પ્રદેશમાં ૧૪મી જાન્યુઆરીને મકરસંક્રાતિથી રસીકરણ શરૂ થશે

ભારતે ઓક્સફર્ડ અને ભારત બાયોટેક એમ બે રસીઓને મંજૂરી આપી છે ત્યારે કોને કઈ રસી અપાશે તે મહત્વનો સવાલ છે. આ અંગે રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે, સીરમ ઈન્સ્ટિટયૂટ દ્વારા ઉત્પાદિત ઓક્સફર્ડની રસીનો પ્રાથમિક રસી તરીકે ઉપયોગ કરાશે. તેમની પાસે પેહલાથી જ પાંચ કરોડના ડોઝ ઉપલબ્ધ છે અને તે શરૂઆતના તબક્કામાં આ રસી પૂરી પાડવા સક્ષમ હશે.

કોરોના

શરૂઆતના તબક્કામાં આ રસી પૂરી પાડવા સક્ષમ હશે

”આ તબક્કામાં આપણે લગભગ ૩ કરોડ લોકોને રસી આપીશું.  દેશમાં કોરોનાના કેસમાં અચાનક વધારો થઈ જાય અથવા ઓક્સફર્ડ રસીની અસરકારકતા અનિશ્ચિત હોવાથી બેક-અપ વિકલ્પ તરીકે ભારત બાયોટેકની કોવેક્સિન રસીનો ઉપયોગ કરાશે. શરૂઆતના તબક્કા સુધીમાં ભારત બાયોટેકની રસીનો ડેટા ઉપલબ્ધ થઈ જશે અને તેનો પણ વપરાશ શરૂ કરી શકાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here