ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકાની કોરોનાની રસી કોવિશિલ્ડને ડીજીસીઆઈએ રવિવારે મંજૂરી આપી દીધી છે ત્યારે એક ટીવી ચેનલે સીરમ ઈન્સ્ટિટયૂટના સીઈઓ આદર પૂનાવાલાને કહેતા ટાંક્યા હતા કે, ઓક્સફર્ડની રસી પ્રતિ ડોઝ સરકારને રૂ. ૨૦૦માં વેચવામાં આવશે જ્યારે બજારમાં તેની કિંમત પ્રતિ ડોઝ રૂ. ૧,૦૦૦ હશે.
બજારમાં રૂ.૨,૦૦૦માં વેચાશે
એટલે કે કોરોનાની બે ડોઝની રસી સરકારને રૂ.૪૦૦માં અને બજારમાં રૂ.૨,૦૦૦માં વેચાશે. આદર પૂનાવાલાએ રવિવારે ટ્વીટ કરીને જણાવ્યું કે, બધાને નવા વર્ષની શુભેચ્છા. કોવિશિલ્ડ, ભારતની પહેલી કોવિડ-૧૯ વેક્સિનને મંજૂરી મળી ગઈ છે.
પાંચથી છ કરોડ ડોઝ ડિલિવરી માટે તૈયાર
સુરક્ષિત અને અસરકારક આ રસી ૭થી ૧૦ દિવસમાં રોલ-આઉટ માટે તૈયાર છે. તેમણે ઉમેર્યું કે તેમની કંપની એક મહિનામાં ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકાની રસીના પાંચથી છ કરોડ ડોઝ ડિલિવરી માટે તૈયાર છે, જે ફાઈઝર કરતાં સસ્તી પણ છે અને તેનો સંગ્રહ અને પરિવહન પણ સરળ છે.