કોરોના મહામારી સમયે સ્ટ્રીટ ફૂડનો સ્વાદ લેવાનું લોકો ટાળી રહ્યા છે આ સમયે સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સ માટે મોટી મુશ્કેલી સર્જાઈ રહી છે. આ પરિસ્થિતિમાં વેન્ડરની મદદ કરવા માટે પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ એટલે કે પીએમ સ્વાનિધિ સ્કીમ (PM SVANidhi Scheme)ના આધારે શહેરી વિકાસ મંત્રાલયે ઓનલાઈન ફૂડ ઓર્ડર અને હોમ ડિલિવરી કરનારી કંપની સ્વીગી (Swiggy) ની સાથે કરાર કર્યો છે.

  • સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સને પણ મળશે મોદી ફાયદો
  • સ્ટ્રીટ ફૂડની પણ થશે હોમ ડિલિવરી
  • મોદી સરકારની આ યોજનામાં મળશે આર્થિક મદદ

ફૂડ સ્ટ્રીટ વેન્ડર્સના બનાવેલા સામાનની થશે હોમ ડિલિવરી

કેન્દ્ર સરકાર અને સ્વીગીની વચ્ચે કરાર બાદ સ્ટ્રીટ વેન્ડર્સ ખાવા પીવાના સામાનનો ઓનલાઈન ઓર્ડર લીધા બાદ હોમ ડિલિવરી કરી શકશે. જ્યાં એક તરફ મંદીનો મમાર પડી રહ્યો છે ત્યાં આ સેક્ટરને મદદ મળશે. સ્ટ્રીટ ફૂડના શોખીનો ઘરે બેઠાં જ તેનો સ્વાદ લઈ શકશે. અમદાવાદ, ચેન્નઈ, દિલ્હી, ઈન્દોર અને વારાણસીમાં પાયલટ પ્રોજેક્ટના આધારે તેની શરૂઆત કરાશે. શરૂઆતમાં 5 શહેરોના 250 વેન્ડર્સને જોડવામાં આવશે. સ્ટ્રીટ વેન્ડર્સના પાન નંબર અને એફએસએસઆઈથી નોંધણી કરાશે. 

5 શહેરના 250 સ્ટ્રીટ વેન્ડર્સને મળશે લાભ

પરંપરાગત રીતે કામ કરવા માટે આ સ્ટ્રીટ વેન્ડર્સની સામે ઓનલાઈન બુકિંગ અને ડિલિવરી ટેક્નોલોજીને સમજવાનું રહેશે. આ સાથે 250 વેન્ડર્સને એપના ઉપયોગ, મેન્યૂ, ડિજિટલીકરણ, સાફ સફાઈ અને પેકેજિંગને લઈને પણ માહિતગાર કરાશે. આ મોડલ સફળ થશે તો સરકાર તેને ચરણબદ્ધ રીતે દેશમાં લાગૂ કરશે.  


પીએમ સ્વનિધિ યોજનામાં લઈ શકાય છે વર્કિંગ કેપિટલ લોન

પીએમ સ્વનિધિ યોજનાના આધારે વેન્ડર 10000 રૂપિયાના ઉધાર વર્કિંગ કેપિટલ લોન પર લઈ શકે છે. આ રકમ 1 વર્ષમાં કિસ્તમાં ચૂકવવાની રહે છે. જો તેને સમયસર ચૂકવાશે તો વેન્ડરના બેંક ખાતામાં 7 ટકા સબ્સિડી ત્રણ મહિનાના આધારે જમા કરાશે. આ સિવાય 1200 રૂપિયાનું વાર્ષિક કેશબેક પણ મળશે. લોન પહેલાં પેમેન્ટ થતાં કોઈ પેન્લટી નહીં લાગે. આ યોજના માટે કુલ 20 લાખ અરજી આવી છે. તેમાંથી 7.5 લાખ અરજીને મંજૂરી મળી છે જ્યારે 2.4 લાખ અરજદારો ઉધાર પણ લઈ ચૂક્યા છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here