બનાસકાંઠાના થરાદના ખેડૂતોને સિંચાઇનું પાણી નહી મળતા બેહરા તંત્રના કાન ખોલવા માટે ઢોલ વગાડીને વિરોધ પ્રદર્શન કર્યું. થરાદના ઇઢાટાના ખેડૂતોએ ઢોલના તાલે અનોખો વિરોધ કર્યો હતો. સરહદી વિસ્તારના ઇઠાટા..પ્રતાપપુરા..ઢીમા ગામના ખેડૂતોએ ઢોલ વગાડી બહેરા તંત્ર સામે રોષ બતાવ્યો હતો. કેનાલના અધિકારીઓ અને ગેટમેનના પાપે ખેડૂતો રાત્રીના ઉજાગરા કરવા છતાં પાણી નહી આવતાં ખેડૂતોમો રોષ ફેલાયો હતો. ખેડૂતોએ નર્મદાની કચેરીમાં લેખિત મોખિક રજૂઆત કરી હોવા છતાં પાણી મળી રહ્યું નથી.
ખેડૂતોએ નમૅદાની કચેરીમાં લેખિત મોખિક રજૂઆત કરી હોવા છતાં પાણી મળી રહ્યું નથી