હળદર ભારતીય ભોજનનો એક લોકપ્રિય મસાલો છે. હળદરમાં અદ્ભૂત ઔષધીય ગુણ હોય છે અને તે સ્વાસ્થ્ય સંબંધિત અનેક રોગોની સારવાર કરવામાં તે અત્યંત ફાયદાકારક છે. ઘા પર હળદર લગાવવાથી, ઘા ઝડપથી મટે છે. તે ઘૂંટણના દુખાવાની સારવારમાં, હૃદય રોગ સહિતની ઘણી બાબતોમાં મદદગાર છે. પરંતુ શું તમે જાણો છો કે તેની કેટલીક ગંભીર આડઅસર પણ થઈ શકે છે. તેથી, તેનું મર્યાદિત પ્રમાણમાં સેવન કરવું જોઈએ. જ્યાં સુધી તમે તેનો મોટા પ્રમાણમાં વપરાશ ન કરો ત્યાં સુધી તે સામાન્ય રીતે સંપૂર્ણપણે સલામત માનવામાં આવે છે. ચાલો જાણીએ હળદરની સંભવિત આડઅસરો વિશે…

હળદર

સગર્ભા સ્ત્રીઓએ હળદરનું વધારે સેવન ન કરવું

તેમાં કોઈ શંકા નથી કે હળદર એક ઉમદા ઇમ્યુનિટી બૂસ્ટર છે. તે સામાન્ય રીતે સગર્ભા સ્ત્રીઓ માટે સલામત માનવામાં આવે છે પરંતુ તેનો ઉપયોગ મર્યાદિત માત્રામાં થવો જોઈએ. તેનું વધુ પ્રમાણમાં સેવન કરવાથી માસિક સ્રાવને પ્રોત્સાહન મળી શકે છે અથવા ગર્ભાવસ્થામાં તે ખતરનાક બની શકે છે.

જો તમે હળદરનું વધારે પ્રમાણમાં સેવન કરો છો તો તમને કબજિયાત, ઝાડા, ઉબકા, ઉલટી, અપચો, પીળો મળ અને પેટમાં દુખાવાની ફરિયાદ થઇ શકે છે. હળદરમાં નોંધપાત્ર પ્રમાણમાં ઓક્સાલેટ હોય છે. તેનું મોટા પ્રમાણમાં સેવન કરવાથી પિત્ત પથરીના વિકાસનું જોખમ વધી શકે છે.

જો તમે કિડની સ્ટોનની સમસ્યાથી પીડિત છો તો વધુ હળદરનું સેવન કરવાનું ટાળો. જો તમે મર્યાદિત માત્રામાં હળદરનું સેવન કરો છો, તો તે તમારા સ્વાસ્થ્યને ઘણા ફાયદા પહોંચાડવામાં મદદ કરશે. જો કે, જો તમને કોઈ પણ પ્રકારની સમસ્યા હોય, તો ડોક્ટરની સલાહ લો અને ત્યાર બાદ જ હળદરનું સેવન કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here