New Electricity Rules: દેશના દરેક ઘરમાં વીજળી પહોંચાડવાના લક્ષ્યને હાંસેલ કરવા માટે કેન્દ્ર સરકારે વીજળી ઉપભોક્તાઓને કેટલાંક અધિકાર આપ્યા છે. સરકારે Electricity (Rights of Consumer) Rules, 2020ની નોટિફિકેશન જારી કરી દીધી છે. જેમાં વીજળી સપ્લાય, વીજળીના નવા કનેક્શન, જૂના કનેક્શનને ફરીથી શરૂ કરવા, મીટર મેનેજમેન્ટ અને બિલ પેમેન્ટને લગતા અનેક નિયમો તૈયાર કર્યા છે. આવુ પહેલીવાર બન્યુ છે જ્યારે વીજળી ઉપભોક્તા માટે માપદંડ તૈયાર કરવામાં આવ્યા હોય.

વીજળી કનેક્શન લેવુ વધુ સરળ

નવુ કનેક્શન લેવા અને વર્તમાન કનેક્શનમાં બદલાવ માટે નવા નિયમોની પ્રક્રિયા વધુ પારદર્શક, સરળ અને સમય સાથે પૂરી થશે. તેના માટે ઑનલાઇન અરજી પણ આપી શકાશે. નવા નિયમ અનુસાર મેટ્રો શહેરમાં નવુ કનેક્શન લેવા અથવા વર્તમાન કનેક્શનમાં બદલાવ માટે મહત્તમ સમયસીમા 7 દિવસ છે. મ્યુનિસિપલ ક્ષેત્રો માટે 15 દિવસ અને ગ્રામીણ વિસ્તારો માટે 30 દિવસ છે.

વીજળી

મીટર વિના કનેક્શન નહી

નવા નિયમો અનુસાર મીટર વિના કોઇ કનેક્શન નહી આપવામાં આવે. નવુ મીટર સ્માર્ટ પ્રી-પેમેન્ટ મીટર અથવા પ્રી-પેમેન્ટ મીટર હોવુ જોઇએ. ડિફેક્ટિવ અથવા બળેલા અથવા ચોરી થયેલા મીટરોના રિપ્લેસમેન્ટની જોગવાઇ પણ કરવામાં આવી છે.

બિલ અને ટેરિફમાં પારદર્શકતા

નવા નિયમોમાં વીજળીના બિલ અને ટેરિફમાં પારદર્શકતા પર ફોકસ છે. બિલોના ઑનલાઇન અથવા ઑફલાઇન પેમેન્ટ ઉપરાંત એડવાન્સ બિલ પેમેન્ટની પણ જોગવાઇ કરવામાં આવશે.

વીજળી

24X7 વીજળી સપ્લાય

વીજળી વિતરણ કંપનીઓ (DISCOMS)એ તમામ ઉપભોક્તાઓને 24X7 વીજળી સપ્લાય કરવાની રહેશે. જો કે રાજ્ય આયોગ કેટલીક કેટેગરીના ઉપભોક્તાઓ માટે વીજળી સપ્લાયના મિનિમમ કલાકો નિર્ધારિત કરી શકે છે.

ખરાબ સેવાઓ પર ઉપભોક્તાઓને મળશે વળતર

વીજળી વિતરણ કંપનીઓને 6000 રૂપિયા પ્રતિ દિવસથી 1 લાખ રૂપિયા પ્રતિ દિવસ સુધીનું વળતર ઉપભોક્તાઓને ચુકવવુ પડી શકે છે. તેના માટે કેટલીક પરિસ્થિતિઓ નક્કી કરવામાં આવી છે.

વીજળી
  • જો વીજળી કંપનીઓ ઉપભોક્તાઓને એક નિશ્વિત સમય બાદ પણ વીજળી સપ્લાય ન આપી શકે.
  • જો સપ્લાયમાં એક વારથી વધુ વખત અડચણ, બાધા આવે.
  • કનેક્શ લેવા, કનેક્શન હટાવવા, કનેક્શન ફરીથી લગાવવા અને શિફ્ટિંગમાં કેટલો ટાઇમ લાગ્યો.
  • બિલ, વોલ્ટેજ, મીટરને લગતી ફરિયાદોના ઉકેલમાં કેટલો સમય લાગ્યો.

નિશ્વિત સમયમાં ફરિયાદનું નિવારણ

વીજળી કંપનીઓએ ફરિયાદના નિવારણ માટે એક નિશ્વિત સમય આપવો પડશે. નવી જોગવાઇમાં મહત્તમ 45 દિવસમાં ફરિયાદનો ઉકેલ આવી જવો જોઇએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here