ભારત (India) અને ચીન (China)ની વચ્ચે LAC પર ચાલી રહેલા ગતિરોધની વચ્ચે ચીનનું નવું ષડયંત્ર સામે આવ્યું છે. ચીને ભારતીય ચોકીઓની સામે ટેન્ક તૈનાત કરી દીધી છે. આપને જણાવી દઇએ કે ભારત અને ચીનની વચ્ચે LAC પર છેલ્લાં 8 મહિનાથી વિવાદ ચાલી રહ્યો છે.

ચીને તૈનાત કરી 30-35 ટેન્ક

મીડિયા રિપોર્ટના મતે ચીને LAC પર રેઝાંગ લા (Rezang La), રેચિન લા (Rechin La), અને મુખપરી (Mukhpari) પર ટેન્ક તૈનાત કરી છે. ચીને સરહદ પર ભારતીય ચોકીઓની સામે 30-35 હળવી અને આધુનિક ટેન્કોને તૈનાત કરી દીધી છે.

ભારતીય ટેન્ક 17000 ફૂટ ઊંચાઇ પર તૈનાત

ચીનને જડબાતોડ જવાબ આપવા માચે ભારતે પણ પૂરી તૈયારી કરી લીધી છે અને પહેલી વખત 17000 ફૂટની ઊંચાઇ પર ટેન્ક તૈનાત કરી છે. આ પહેલો એવો મોકો છે કે જ્યારે ભારતે આટલા ઊંચા પહાડો પર ટેન્કોને તૈનાત કરી છે. પૂર્વ લદ્દાખના રેજાંગ લા, રેચિન લા અને મુખોપરીના પર્વતો પર આ ટેન્કોને તૈનાત કરી દીધી છે.

8 મહિનાથી ચાલી રહ્યો છે ભારત-ચીન વિવાદ

આપને જણાવી દઇએ કે ભારત અને ચીનની વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા પર વિવાદ ગયા વર્ષે મે મહિનામાં શરૂ થયો હતો. જ્યારે ચીને લદ્દાખના અક્સાઇ ચીનની ગલવાન ઘાટીમાં ભારતમાં રસ્તા નિર્માણને લઇ આપત્તિ વ્યકત રી હતી. 5મી મેના રોજ ભારતીય સેના અને ચીની સૈનિકોની વચ્ચે હિંસક અથડામણ થયા બાદ સૈન્ય ગતિરોધ ઉભો થયો. ત્યારબાદ ચીની સૈનિક 9મી મેના રોજ સિક્કિમના નાથૂ લામાં પણ ભારતીય સૈનિકોની સાથે અથડામણ થઇ હતી, જેમાં કેટલાંય સૈનિકો ઘાયલ થયા હતા.

15મી જૂનના રોજ લદ્દાખના ગલવાન ઘાટીમાં પણ ભારત અને ચીની સૈનિકોની વચ્ચે અથડામણ થઇ હતી જેમાં 20 ભારતીય જવાન શહીદ થયા હતા. ત્યારબાદ ભારત અને ચીનની વચ્ચે કેટલાંય સ્તરની વાતચીત થઇ ચૂકી છે પરંતુ ગતિરોધ પર કોઇ ઉકેલ આવ્યો નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here