Gold Silver Latest Update: સોના અને ચાંદીએ નવા વર્ષની ધમાકેદાર શરૂઆત કરી છે. મલ્ટી કમોડિટી એક્સચેંજ (MCX) પર સોનાનો ફેબ્રુઆરીનો વાયદો આશરે 2 ટકાની તેજી સાથે જોવા મળી રહ્યો છે. સોનુ 750 રૂપિયા મજબૂત થઇને 51 હજાર રૂપિયાની આસપાસ કારોબાર કરી રહ્યુ છે. કમોડિટી માર્કેટના એક્સપર્ટ્સ 2021ને સોના માટે ખૂબ જ શુભ માની રહ્યાં છે. ઘણા એક્સપર્ટ્સનું કહેવુ છે કે સોનુ 2021માં 66,000 રૂપિયા સુધી જશે તો ચાંદી પણ 1 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી જશે.

2021માં ક્યાં સુધી જશે સોનાનો ભાવ
મોટા બ્રોકરેજ હાઉસે લગાવેલા અંદાજ પર એક પોલ કરવામાં આવ્યો જે અનુસાર, 55 ટકા બ્રોકર્સે માન્યુ કે સોનુ 2021માં 60થી 66 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામની રેન્જમાં કારોબાર કરશે. જ્યારે 45 ટકા બ્રોકર્સનું કહેવુ છે કે 55થી 58 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર સોનાનો ભાવ રહેશે.
આ પોલમાં પેરાડાઇમ કમોડીટીઝનું કહેવુ છે કે સોનુ 2021માં 66 હજારના સ્તરને પાર કરી શકે છે. એટલે કે વર્તમાન સ્તરથી સોનુ 16,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મોંઘુ થઇ જશે. ગ્લોબ કેપિટલે 65,000 રૂપિયાનું અનુમાન આપ્યુ છે. જો કે મોટાભાગના બ્રોકર્સ તે પણ માને છે કે સોનુ 2021માં 60,000ના સ્તરને પાર નહી કરે.

2021માં સોનાની ચાલ પર બ્રોકર્સ પોલ
બ્રોકરેજ હાઉસ | લક્ષ્ય(રૂપિયા/10 ગ્રામ) |
પેરાડાઇમ કમોડિટી | 65,000 |
ગ્લોબ કેપિટલ | 66,000 |
ટ્રેડબુલ્સ સિક્યોરિટીઝ | 62,000 |
મોતીલાલ ઓસવાલ | 62,000 |
એક્સિસ સિક્યોરિટીઝ | 62,000 |
કેડિયા કમોડિટી | 62,000 |
ચૉઇસ બ્રોકિંગ | 62,000 |
રેલિગેયર બ્રોકિંગ | 60,500 |
ટ્રસ્ટલાઇન | 58,000 |
કોટક સિક્યોરિટીઝ | 58,000 |
આર એસ વેલ્થ | 57,500 |
આનંદ રાઠી | 57,000 |
SMC કૉમટ્રેડ | 57,000 |
પૃથ્વી ફિનમાર્ટ | 56,000 |
એંજેલ કમોડિટી | 55,000 |
2021માં ક્યાં સુધી જશે ચાંદી
સોના ઉપરાંત ચાંદીને લઇને પણ બ્રોકર્સે અનુમાન આપ્યા છે. ચૉઇસ બ્રોકિંગનું માનવુ છે કે 2021મા સોનુ 1,00,000 રૂપિયા પ્રતિ કિલોના ભાવે પહોંચશે. 80 ટકા બ્રોકર્સ માને છે કે 2021માં ચાંદી 75,000થી 85,000 રૂપિયા પ્રતિ કિલોની રેન્જમાં રહેશે. જ્યારે 20 ટકાનું કહેવુ છે કે ભાવ 90,000થી 1,00,000 રૂપિયા સુધી જઇ શકે છે.

ચાંદીની કિંમતોમાં આજે પણ જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. ચાંદીનો MCX માર્ચ વાયદો 3 ટકાની મજબૂતી દેખાડી રહ્યો છે. ભાવ 2000 રૂપિયાથી વધુ મજબૂત થઇને 70150 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ચુક્યા છે. જો આ તેજી આગળ પણ યથાવત રહે તો 1 લાખ રૂપિયાનો અંદાજ ચાંદી માટે મુશ્કેલ નહી હોય.
2021માં ચાંદીની ચાલ પર બ્રોકર્સ પોલ
બ્રોકરેજ હાઉસ | લક્ષ્ય (રૂપિયા/કિલો) |
ચોઇસ બ્રોકિંગ | 1,00,000 |
કેડિયા કમોડિટી | 90,000 |
ગ્લોબ કેપિટલ | 90,000 |
કોટક સિક્યોરિટીઝ | 85,000 |
રેલિગેયર બ્રોકિંગ | 85,000 |
મોતીલાલ ઓસવાલ | 82,000 |
એક્સિસ સિક્યોરિટીઝ | 82,000 |
SMC કૉમટ્રેડ | 82,000 |
પેરેડાઇમ કમોડિટી | 82,000 |
ટ્રેડબુલ્સ સિક્યોરિટીઝ | 80,000 |
આર એસ વેલ્થ | 80,000 |
પૃથ્વી ફિનમાર્ટ | 80,000 |
આનંદ રાઠી | 80,000 |
એન્જલ કમોડિટી | 75,000 |
ટ્રસ્ટ લાઇન | 75,000 |