બોલીવુડ અભિનેત્રી કાજોલની મોસ્ટ એવેટેડ ફિલ્મ ‘ત્રિભંગા’ નું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યુ છે. આ ટ્રેલરમાં કાજોલ બિલકુલ અલગ અંદાજમાં નજર આવી રહી છે. ફિલ્મનું ટ્રેલર ઘણું ઈમોશનથી ભરેલુ છે. જેમાં એક માતા અને દીકરીની કહાનીને પડદા પર દર્શાવવામાં આવ્યુ છે. આ ટ્રેલરમાં કાજોલ ખૂબ જ પાવરફૂલ લુકમાં જોવા મળી રહી છે અને આ મહીને 15 જાન્યુઆરીના OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે.

અજય દેવગણના પ્રોડક્શન હાઉસે કર્યુ

ફિલ્મનું ટ્રેલર જોતા જ ખબર પડી જાય છે કે, ફિલ્મની કહાની એક માતા-દીકરીની વચ્ચેના સંબંધ પર બેસ્ટ છે. જ્યાં કાજોલને પોતાની માતાથી નફરત કરતી હોય તેવું દર્શાવવામાં આવી રહ્યુ છે. ખાસ વાત તો એ છે કે, આ ફિલ્મનું નિર્દેશન કાજોલના પતિ અને બોલીવુડ અભિનેતા અજય દેવગણના પ્રોડક્શન હાઉસે કર્યુ છે.

એક મહિલા પ્રધાન ફિલ્મ

આ ફિલ્મની કહાની અભિનેત્રી રેણુકા શાહે લખી છે અને ફિલ્મનું નિર્દેશન પણ તે જ કરી રહી છે. કાજોલ સિવાય આ ફિલ્મમાં તન્વી અને મિથિલા પાલકર પણ નજર આવશે. આ એક મહિલા પ્રધાન ફિલ્મ છે. આ ફિલ્મની ખાસ વાત એ છે કે, ફિલ્મની ખાસ વાત એ છે કે, ફિલ્મમાં એક જ પરિવારની ત્રણ મહિલાઓની કહાની દર્શાવવામાં આવશે.

અલગ જિંદગી જીવવાની રીત

આ ફિલ્મ ત્રણેય લીડ મહિલાઓ જેમના પોતાના સપના છે અને અલગ જિંદગી જીવવાની રીત છે. તેની વચ્ચે કેટલાક મતભેદ પણ છે અને તેની આજુબાજુ જ ફિલ્મની કથા છે. કાજોલ ફિલ્મમાં લીડ અભિનેત્રી તરીકે પણ નજર આવવાની છે. આખરે કાજોલ ‘તાનાજીઃ દ અનસંગ વોરિયરમાં’ નજર આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here