દેશમાં કોરોના વાયરસ(Corona Virus) થી સંક્રમિત દર્દીઓનો આંકડો 66 લાખને પાર કરી ગયો છે. સંક્રમિતોની સંખ્યા 66,85,083 થઈ છે. એક જ દિવસમાં કોરોનાના નવા 61,267 દર્દીઓ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 884 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે જ કોરોનાથી થયેલા કુલ મૃત્યુનો આંકડો 1,03,569 પર પહોંચી ગયો છે. હાલ દેશમાં 9,19,023 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે અને 56,62,491 લોકો કોરોનાને માત આપી સાજા થઈને ઘરે ગયા છે. 

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ(Corona Virus) થી સંક્રમિત દર્દીઓનો આંકડો 66 લાખને પાર કરી ગયો છે. સંક્રમિતોની સંખ્યા 66,85,083 થઈ છે. એક જ દિવસમાં કોરોનાના નવા 61,267 દર્દીઓ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 884 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે જ કોરોનાથી થયેલા કુલ મૃત્યુનો આંકડો 1,03,569 પર પહોંચી ગયો છે. હાલ દેશમાં 9,19,023 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે અને 56,62,491 લોકો કોરોનાને માત આપી સાજા થઈને ઘરે ગયા છે. 

કોરોનાથી રિકવરી રેટ 84.70 ટકા અને મૃત્યુદર 1.55 ટકા છે. અત્રે જણાવવાનું કે વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ કહ્યું છે કે દુનિયાભરમાં દર 10માંથી એક વ્યક્તિ કોવિડ-19 સંક્રમિત હોઈ શકે છે. WHOના ટોચના અધિકારીએ જણાવ્યું છે કે એક અંદાજા મુજબ દુનિયાની જનસંખ્યાનો મોટો ભાગ જોખમમાં છે. વિશેષજ્ઞ લાંબા સમયથી કહી રહ્યા છે કે કોરોના વાયરસના કેસની વાસ્તવિક સંખ્યા આંકડાથી ઘણી વધારી હોઈ શકે છે. 

10 મહિનામાં સંકટ ખતમ થવાના કોઈ સંકેત નથી
જીનેવા સ્થિત હેડક્વાર્ટરમાં મહામારી પર કાબુ મેળવવા માટે થઈ રહેલી બેઠકમાં WHOના હેલ્થ ઈમરજન્સી પ્રોગ્રામના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર માઈક રયાને કહ્યું કે હજુ આગામી દસ મહિનામાં આ સંકટ ખતમ થવાના કોઈ સંકેત નથી. અનેક દેશોમાં કોરોના વાયરસ પર નિયંત્રણ મેળવવા માટે લગાવવામાં આવેલા પ્રતિબંધોમાં ઢીલ બાદ સેકન્ડ વેવ આવી રહી છે. જેનાથી સંખ્યા વધી છે. 

માઈક રયાને કહ્યું કે એક અંદાજા મુજબ દુનિયાની વસ્તીમાંથી 10 ટકા લોકો કોરોના વાયરસ સંક્રમિત છે. 34 સભ્યોવાળી બોર્ડની મીટિંગ વખતે રયાને કહ્યું કે કોરોના વાયરસ સંક્રમણનું જોખમ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં અલગ અલગ છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here