કોરોના વાયરસની રસીના વિતરણને લઇને રાજ્ય સરકારે તડામાર તૈયારીઓ શરૂ કરી છે. આવતીકાલે ફરી આખાય રાજ્યમાં કોરોનાની રસીનો ડ્રાય રન યોજાશે. રસીના વિતરણમાં કોઇ ખામી ન સર્જાય તે માટે તમામ જીલ્લાઓમાં ડ્રાય રન યોજવા નક્કી કરાયુ છે. કોરોનાની રસીના આગમન પછી દરેક વ્યક્તિને રસી મળે તે માટે આયોજન કરાયુ છે.  ગુજરાતમાં કોરોનાની રસીનો જથૃથો મુંબઇથી આવી પહોચશે તેવુ જાણવા મળ્યુ છે.

ગુજરાતમાં પ્રથમ તબક્કામાં ગાંધીનગર અને રાજકોટમાં ડ્રાય રન યોજાયો હતો જેમાં કેટલીક અડચણો બહાર આવી હતી જેમાં પીન કોડ અને ડેટા અપલોડ થઇ શક્યા ન હતા. આ ઉપરાંત મેસેજ મોકલવામાં ય અવરોધ સર્જાયો હતો. આમ કેટલીક ખામીઓ બહાર આવતાં ફરી એકવાર ડ્રાય રન યોજવા રાજ્ય આરોગ્ય વિભાગે નક્કી કર્યુ હતું. મંગળવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ સહિત તમામ જિલ્લામાં ડ્રાય રન યોજાનાર છે. આ ડ્રાય રનમાં શું ખામી રહી છે તે જોવામાં આવશે.

કોરોના

ટૂંક જ સમયમાં મુંબઇથી કોરોનાની રસીનો જથ્થો ગુજરાત આવી પહોચશે. રાજ્ય આરોગ્ય વિભાગે એક કરોડથી વધુ રસી જળવાઇ રહે તે માટે વ્યવસ્થા કરી છે. ભારત સરકાર તરફથી સ્ટેટ ડેપોમાં રસી મોકલાશે અને સ્ટેટ ડેપોથી રસીને જિલ્લા ડેપોમાં મોકલાશે. રસીની જાળવણી થાય તે માટે રાજ્યના આરોગ્ય કેન્દ્રોમાં ડીપ ફ્રીજની સુવિધા ઉભી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં કોરોનાની રસી આપવા માટે રાજ્ય સરકારેે 1.06 કરોડનો લોકોનો ડેટા તૈયાર કર્યો છે. આ ડેટા આધારે લોકોને રસી આપવા આયોજન કરાયુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here