ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી)નાં મહાસચિવ સીતારામ યેચુરીએ પશ્ચિમ બંગાળમાં BJP અને સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ પર વિધાનસભા ચુંટણીમાં મતોનાં ધ્રુવિકરણનો આરોપ લગાવ્યો છે, તેની સાથે જ સીતારામ યેચુરીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે બંગાળમાં ડાબેરી-કોંગ્રેસ ગઠબંધનનો મુખ્ય હેતું સત્તા વિરોધી મતોને BJP તરફ જતા રોકવાનો હશે.

BJP અને TMC દ્વારા બંગાળની રાજનિતીમાં મતોનું ધૃવીકરણ શરૂ કરાયું છે

માર્ચ 2019 બાદ સીતારામ યેચુરી પહેલી વખત એક બેઠકમાં ભાગ લેવા કોલકાતા પહોચ્યા હતાં, બે દિવસની બેઠક સોમવારે બપોરે સમાપ્ત થયા બાદ યેચુરીએ કહ્યું કે સીટોની વહેંચણી અંગે કોંગ્રેસ સાથે ચર્ચા શરૂ થઇ છે, તેમણે કહ્યું કે BJP અને TMC દ્વારા બંગાળની રાજનિતીમાં ધૃવીકરણ શરૂ થયું છે, તેમણે કહ્યું કે બંને પાર્ટીઓને ધૃવીકરણ પસંદ કરે છે.

bjp

ખેડુત આંદોલન અંગે ચર્ચા કરતા યેચુરીએ કહ્યું કે કેન્દ્રની નિતીઓ વિરૂધ્ધ પશ્ચિમ બંગાળમાં અસંતોષનો માહોલ છે, ઉદાહરણ તરીકે ખેડુતોનાં અનાજની કિંમત 1250 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ મળી રહી છે, જ્યારે ખરીદ મુલ્ય 1880 રૂપિયા નક્કી કરાયું છે, તેમણે કહ્યું અમે રોજગારીનો મુદ્દો ઉઠાવીને ધૃવીકરણને દુર કરી છું, અને આરોગ્ય, શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરીશું, અમે પ્રદર્શનોમાં સામેલ થવા માટેકોંગ્રેસ સહિત તમામ પક્ષોને અપીલ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here