કોરોના વાયરસનું એપિ સેન્ટર ચીન છે તેમજ વિશ્વના દેશોને આર્થિક રીતે ખતમ કરવાનું ચીનનું ષડયંત્ર છે તેવો રોષ વ્યક્ત કરીને ભારત સહિત અમેરિકા અને યુરોપીય દેશો ચીનની ચીજવસ્તુઓ અને ચીનથી થતી આયાત પર ઘરખમ કાપ મુકીશું અને ક્રમશ: વ્યાપારી-આર્થિક પ્રતિબંધ મુકી દઈશું તેવી જે બડી બડી વાતો કરતા હતા તેનો ફિયાસ્કો થઈ ગયો છે. ચીનની ચીજવસ્તુઓ, સેવાઓ, પાર્ટ્સ કે જોબવર્કનો વિશ્વના દેશો બહિષ્કાર કરશે એટલે ભારતને વિકલ્પ તરીકે જોવાશે અને ભારત વિશ્વના એકમોની ઉત્પાદન પ્રક્રિયાનો હિસ્સો બની જશે તે તમામ આકાંક્ષા અને ધ્યેયનું બાળમરણ થઈ ગયું છે.

ભારત વિશ્વના એકમોની ઉત્પાદન પ્રક્રિયાનો હિસ્સો બની જશે તે તમામ આકાંક્ષા અને ધ્યેયનું બાળમરણ

અમેરિકા, યુરોપિય અને એશિયા તેમજ આફ્રિકાના દેશોની કંપનીઓ અને ઉદ્યોગોને જૂન મહિના સુધીમાં સમજાઈ ગયું હતું કે જો તેઓ ચીનનો બહિષ્કાર કરશે તો તેઓનો જ મૃત્યુઘંટ વાગી જશે કેમકે ભારત, તાઇવાન, હોંગકોંગ, કોરિયા કે પશ્ચિમના કોઈ દેશો ચીન જેવું જંગી ઉત્પાદન સાવ ફેંકી દેવાના ભાવે કરી શકવાની ચેઈન તોડી શકે તેમ જ નથી. બન્યું એવું કે પાર્ટ્સ, ચાઈનિઝ પ્રોડક્ટસ તેમજ જોબવર્ક બાદ તૈયાર થયેલી વિદેશી ઉપકરણોની ફિનીશીંગ પ્રોડક્ટસને પરત મોકલવાના જે ઓર્ડર મળ્યા તેની નિકાસ કરવાના આંકનો રેકોર્ડ સર્જાયો છે.

ફિનીશીંગ પ્રોડક્ટસને પરત મોકલવાના જે ઓર્ડર મળ્યા તેની નિકાસ કરવાના આંકનો રેકોર્ડ સર્જાયો

ચીને આયાત માટે જે કન્ટેઈનરો બુક કર્યા તેના કરતા નિકાસ માટેના કન્ટેઈનરો 2020ના વર્ષમાં ત્રણ ગણા બુક થયા. વિશ્વભરની શિપિંગ કંપનીઓ પણ આ હદના કન્ટેઈનરની ડિમાન્ડને પહોંચી નથી વળી. 1 જૂન પછી ચીનથી અમેરિકામાં ચીજવસ્તુ, ફાઇનલ પ્રોડક્ટસને પેક કરીને મોકલવા માટેના 40 ફૂટના કન્ટેઈનર શિપમાં સામાન મુકવાનો દર 4928 ડોલર વધી ગયો જે 85 ટકાનો ભાવ વધારો છે.

ભારતને માર્ચથી જૂન દરમ્યાન ચીન સામેનો વૈશ્વિક રોષ હતો ત્યારે ચીનનું જોબવર્ક અને બજારનો મહત્ત્વનો હિસ્સો મેળવવાની ઉમદા તક હતી. વડાપ્રધાન મોદીએ ‘આત્મનિર્ભર’નો મંત્ર પણ આપ્યો. વિશ્વની ટોચની કંપનીઓએ જોબવર્ક માટે રસ પણ બતાવ્યો હતો પણ પ્રોડકશન અને સપ્લાય ચેઈન ગોઠવવામાં ભારતે નિષ્ફળતા મેળવી. દેશના યુવાનોને રોજગારી આપવાની અમૂલ્ય તક પણ ભારતે ગુમાવી. આઘાતજનક બાબત તો એ છે કે નવેમ્બર મહિનામાં ભારતની નિકાસ 9 ટકા ગગડી ગઈ. ભારતની વર્ષની કુલ નિકાસ કરતા તો 2020ના વર્ષમાં ચીને ગ્લોબલ ટ્રેડની સરપ્લસ (460 અબજ ડોલર) પ્રાપ્ત કરી. ભારત તો ઠીક ચીને અમેરિકા કરતા અરસપરસના ધંધામાં 75 અબજ ડોલરની સરપ્લસનું સીમાચિહ્ન મેળવ્યું.

દેશના યુવાનોને રોજગારી આપવાની અમૂલ્ય તક પણ ભારતે ગુમાવી

ચીન 2025ના લક્ષ્યાંકો 2022-23 સુધીમાં મેળવી લેશે તે દિશા તરફ આગળ વધી રહ્યું છે.  ચીનના સુપ્રીમો જિનપિંગ હવે સંપત્તિની અસમાન વહેંચણી પર બ્રેક લગાવતા દેશના ધનાઢ્યો પર લગામ કસી રહ્યાં છે. ચીનની માથાદિઠ આવક 4000 ડોલર છે પણ 60 કરોડ નાગરિકો મહિનાના 140 ડોલર જ કમાય છે. જિનપિંગનું હવે પછીનું લક્ષ્ય અસમાનતા ઘટાડવાનું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here