ગુજરાત રાજ્યની 5,800 કરોડનું ટર્ન ઓવર ધરાવતી મહેસાણાની દૂધ સાગર ડેરીની ચૂંટણી માટે આજે મતદાન છે. સવારે 9 વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન ચાલશે. અને સાંજે જ સાડા છ વાગ્યા બાદ મતગણતરી શરૂ થશે. મોડી સાંજે જ પરિણામ જાહેર કરાશે. દુધ સાગર ડેરીમાં વિપુલ ચૌધરી અને અશોક ચૌધરીની પેનલ વચ્ચે જંગ છે. દૂધસાગર ડેરીની ચૂંટણીએ ભારે રસા-કસી જગાવી છે. આ ચૂંટણી સૌથી રસપ્રદ રહેશે, બન્ને પેનલ વચ્ચે કાંટાની ટક્કર છે. નિર્ણાયંક જંગનો નિર્ણય સાંજે આવી જશે.

દુધ સાગર ડેરીમાં વિપુલ ચૌધરી અને અશોક ચૌધરીની પેનલ વચ્ચે જંગ

  • દૂધસાગર ડેરીનો ચૂંટણી જંગ
  • મહેસાણાની વર્ધમાન વિદ્યાલયમાં મતદાન
  • સવારે ૯થીસાંજે પાંચ વાગ્યા સુધી મતદાન
  • મતદાન માટે ૧૧ મતદાન બૂથ
  • સાંજે ૬:૩૦ વાગ્યા બાદ મતગણતરી

સવારે ૯થીસાંજે પાંચ વાગ્યા સુધી મતદાન

  • કોવિડ-૧૯ના ગાઈડલાઈન સાથે મતદાન પ્રક્રિયા
  • મતદાન કરનારાઓનું તાપમાન થશે ચેક
  • મતદારો માટે સેનેટાઈઝરની છે વ્યવસ્થા
  • સોશયલ ડિસ્ટન્સ જળવાય તે રીતે મતકુટીરની છે વ્યવસ્થા

મતદારો માટે સેનેટાઈઝરની છે વ્યવસ્થા

મહેસાણાની વર્ધમાન વિદ્યાલયમાં મતદાન માટેની વ્યવસ્થા કરાઇ છે. અરવિંદ બાગ પાસે આવેલી વર્ધમાન વિદ્યાલય પાસે સઘન પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે.. સ્કૂલમાં વિવિધ વર્ગમાં મતકુટીરની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.. મતદાન સમયે મતદારોએ ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here