નવા વર્ષમાં જો તમે તમારા ઘરમાં નવુ TV લાવવા માગતા હોય તો એક વાર સેમસંગ (Samsung)ની ઑફર્સ વિશે જરૂર જાણી લો. કોરિયન કંપની Samsungએ ભારતમાં નવા Big TV Daysની ઘોષણા કરી છે. તમે આ સેલમાં એક સ્માર્ટ TV સાથે 23 હજાર રૂપિયા સુધીનો સ્માર્ટફોન મફત (Free Smartphone) ઘરે લઇ જઇ શકો છો.

20 ટકા સુધીનું કેશબેક

ઑફિશિયલ વેબસાઇટ અનુસાર Samsung Big TV Days સેલ 31 જાન્યુઆરી 2021 સુધી ચાલશે. આ સેલમાં કંપની પોતાના 55 ઇંચ, 65 ઇંચ, 75 ઇંચ, 82 ઇંચ અને 85 ઇંચ વાળા QLED TV, ક્રિસ્ટલ 4K UHD, QLED 8K TV ઑફર કરી રહી છે. ગ્રાહકોને TV ખરીદવા પર 20 ટકા સુધી કેશબેક મળી શકે છે.

tv

Samsungના TV સાથે ફ્રી મળશે આ સ્માર્ટફોન

પ્રાપ્ત માહિતી અનુસાર ગ્રાહકોને 65 ઇંચ વાળા QLED TV અને 75 ઇંચ વાળા ક્રિસ્ટલ 4K UHD ટેલિવિઝન પર 22,999 રૂપિયાની કિંમતનો Samsung Galaxy A51 સ્માર્ટફોન ફ્રી આપવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત 55 ઇંચ વાળા QLED TV અને 65 ઇંચ વાળા ક્રિસ્ટલ 4K UHD TV ખરીદવા પર ગ્રાહકોને 18,999 રૂપિયાની કિંમતનો Samsung Galaxy A31 સ્માર્ટફોન ફ્રી મળશે.

Samsung ઇન્ડિયામાં કંઝ્યુમર ઇલેક્ટ્રોનિક બિઝનેસના વાઇસ પ્રેસિડેંટ રાજૂ પુલ્લને જણાવ્યું કે 2020માં 55 ઇંચ અને તેનાથી મોટી સાઇઝના TV સેટ્સની ડિમાન્ડ વધી છે. ખાસ કરીને નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં લોકો હવે મોટી સાઇઝના TV ખરીદવા માગે છે. આ જ કારણ છે કે નવા વર્ષમાં Samsung એક ખાસ સેલ લઇને આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here