રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ- RSS અને વિવિધ ક્ષેત્રોમાં તેની વિચારધારાના મુળિયા ઊંડા કરી રહેલા ૨૫થી વધારે સંગઠનોની ઉવારસ સ્થિત કર્ણાવતી મેડિકલ કોલેજમાં મંગળવારથી ત્રણ દિવસની બેઠક શરૂ થઈ રહી છે. આ બેઠક બાદ અયોધ્યા ખાતે આકાર પામનારા શ્રી રામ મંદિર માટે ધનસંગ્રહ કરવા ઘરઘર સંપર્ક અભિયાનને તેજ બનાવાશે એમ RSSના પ્રચાર પ્રમુખ અરૂણ કુમારે પત્રકારોને જણાવ્યુ હતુ.

RSS ચીફ મોહન ભાગવત ત્રણ દિવસથી અમદાવાદમાં છે. સરકાર્યવાહ ભૈયાજી જોશી સાથે મંગળવારથી તેઓ સમન્વય બેઠકમાં ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં સંઘની રાજકિય પાંખ ભારતિય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, કિસાન સંઘના બસવેગોડા, છમ્ફઁના છગનભાઈ પટેલ, મહિલા પાંખના અધ્યક્ષ શાંતા અક્કા, ફઁઁના અલોક કુમાર, સ્વદેશી જાગરણ મંચના આર.સુંદરમ સહિત આર્થિક, સમાજિક અને નાગરીક કેળવણી ક્ષેત્રે કાર્યરત RSSની સમવિચારધારા ધરાવતા સંગઠનોના અધ્યક્ષો, મહામંત્રી, સંગઠન મંત્રી સહિત ૧૫૦ જેટલા કાર્યકરો સાંપ્રત પ્રવાહના વિષયો પર સામુહિક મથંન કરશે.

પ્રચાર પ્રમુખે કહ્યુ કે, વિવિધ ક્ષેત્રોના સંગઠનોના કાર્યકરો વર્ષભર પ્રવાસ કરે છે. એમાં મળેલી જાણકારી અને અનુભવો આ બેઠકમાં રજૂ થશે. હાલમાં પર્યાવરણની જળવણી અને ભારતીય જીવન શૈલી પર કામ કરી રહ્યા છીએ. શ્રી રામ મંદિર નિર્માણ માટે અભિયાનમાં સામાન્ય નાગરીકને પણ જોડવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here