અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આજે મંગળવારે કોવિડ-૧૯ વેક્સિનેશન માટે ડ્રાયરન યોજાશે. અસારવા સિવિલ હોસ્પિટલના હેલ્થ વર્કરો માટે સવારે ૧૧થી બપોરે ૧ વાગ્યા સુધીમાં ડ્રાયરન યોજાશે.

જેમાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન અને સિવિલ હોસ્પિટલની ટીમ રૂબરૂ હાજર રહીને સમગ્ર પ્રક્રિયા હાથ ધરશે. પ્રાથમિક તબક્કે ૨૫ હેલ્થ વર્કરોને રસી આપવામાં આવશે. જૂના ટ્રોમા સેન્ટરમાં વેક્સિનેટર તૈયાર કરાયા છે ત્યાં ડ્રાયરન થશે.

સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. જે.વી. મોદીએ જણાવ્યું કે, સિવિલના મેડિકલ, ર્નિંસગ, પેરામેડિકલ, સફાઈ કર્મીઓ મળીને સાત હજાર જેટલા સ્ટાફને સરકારના દિશા નિર્દેશ પ્રમાણે રસી અપાશે.

સોલા સિવિલમાં ૧૫૦ને ટ્રાયલ રસીનો બીજો ડોઝ

સોલા સિવિલ હોસ્પિટલ ખાતે આત્મનિર્ભર કોરોના વેક્સિનની ટ્રાયલ ચાલી રહી છે, જેમાં અત્યાર સુધીમાં ૧૧૦૦ જેટલા વોલન્ટિયર્સને ટ્રાયલ રસીનો પહેલો ડોઝ અપાઈ ચૂક્યો છે, એ પછી જેમને પહેલો ડોઝ અપાઈ ચૂક્યો છે અને ૨૮થી ૩૦ દિવસનો સમય થયો છે તેમને બીજો બૂસ્ટર ડોઝ આપવાનું કામ ચાલી રહ્યું છે, અત્યાર સુધીમાં ૧૫૦ જેટલા વોલન્ટિયર્સને બીજો ડોઝ અપાઈ ચૂક્યો છે, સાથે જ એવો દાવો કરાયો છે કે, કોઈને આડ અસર થઈ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here