મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણીમાં 15 બેઠક માટે 41 ઉમેદવારો મેદાને છે. કુલ 123 લોકોએ ઉમેદવારી નોંધાવી હતી.. જેમાંથી 20 લોકોના ફોર્મ રદ થયા હતા.103 ઉમેદવારના ફોર્મ માન્ય રહ્યા છે. જેમાંથી 64 લોકોએ ફોર્મ પરત ખેંચતા હવે 39 ઉમેદવારો મેદાને હતા. જે બાદ સોમવારે કોર્ટે દશાવાડા એકતા મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળી અને નાગવાસણ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રતિનિધિને સિદ્ધપુર અને ઊંઝા બેઠકમાંથી ચૂંટણી લડવા પરવાનગી આપીજેથી કુલ 41 ઉમેદવારો થયા છે. 11 બ્લોકમાં કુલ 15 સીટ પર મતદાન થશે. કુલ 11 મતદાન મથકો તૈયાર કરવામા આવ્યા છે.

તમામ સીટ પર 83.08 % મતદાન

દૂધસાગર ડેરીની ચૂંટણીની હાલની પરિસ્થિતિ જોઈએ તો તમામ બેઠકો પર રેકોર્ડ બ્રેક 83.83.08 % મતદાન નોંધાયું છે. જ્યારે બીજી તરફ માણસા બેઠક માં માત્ર 3 મત બાકી, અમિત ચૌધરી નું મતદાન બાકી છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણીમાં કાંટાની ટક્કર જોવા મળી છે. વિપુલ ચૌધરી ના સમર્થકો મોટા આક્ષેપો કર્યા હતા કે, ચૂંટણી ન્યાયિક પ્રક્રિયાથી થવી જોઈએ એ થઈ નથી રહી. ચૂંટણી અધિકારી દ્વારા જે કાર્ડ આપવામાં આવ્યા હતા તે અમારા આજે રદ થયા છે, નોંધનીય છે કે ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે, સાથે સાથે અમે તમામ બેઠકો જીતી રહ્યા છીએ. જ્યારે બીજી તરફ 15 બેઠકો ઉપર વિપુલ ચૌધરીની પેનલ જો વિજય થશે તેવો વિશ્વાસ સર્મથકોએ વ્યક્ત કર્યો હતો.

કડી88 મત
કલોલ77 મત
ખેરાલું60 મત
ચાણસ્મા79 મત 
પાટણ68 મત
મહેસાણા100 મત
માણસા83 મત
વિજાપુર108 મત
વિસનગર98 મત
સમી હારિજ97 મત
સિદ્ધપુર80 મત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here