સલમાન ખાનના ભાઇ અરબાઝ ખાન, સોહેલ ખાન અને સોહેલના દિકરા નિર્વાણ ખાનને BMCએ મુંબઇના બાંદ્રા સ્થિત તાજ લેંડ્સ એન્ડ હોટલમાં ક્વોરન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. બોલીવુડ અભિનેતા સલમાન ખાનના ભાઇ અરબાઝ ખાન, સોહેલ ખાન અને સોહેલના દિકરા નિર્વાણ ખાન વિરુદ્ધ મુંબઇ પોલીસે સોમવારે કોવિડ-19ની ગાઇડલાઇનના કથિત ઉલ્લંઘનનો મામલો નોંધ્યો છે.

UAEથી પરત ફરેલા સોહેલ અને અરબાઝ ક્વોરૈન્ટાઇનમાં રહેવાનાં બદલે ઘરે પહોંચી ગયા

બીએમસીના મેડિકલ અધિકારીની ફરિયાદના આધારે ત્રણેય વિરુદ્ધ મહામારી એક્ટ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે. એફઆઇઆર ખાર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. આ ત્રણેય 25 ડિસેમ્બરે UAEથી ભારત પરત ફર્યા હતાં, પરંતું આ ત્રણેયએ ઇન્સ્ટીટ્યૂશનલ ક્વોરૈન્ટાઇનમાં રહેવાનાં બદલે પોતાના ઘરે જતા રહ્યા હતાં, હજુ સુધી આ ત્રણેયમાં કોરોનાનાં કોઇ લક્ષણો જણાયા નથી, તપાસ બાદ પોલીસે આ ત્રણેય વિરૂધ્ધ કેસ દાખલ કર્યો છે.

સુત્રોનાં જણાવ્યા પ્રમાણે સિને કલાકારોનાં ઇન્સ્ટીટ્યુશનલ ક્વોરૈન્ટાઇન માટે મુંબઇની તાજ લેન્ડ હોટેલમાં વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં તેમને 14 દિવસ સુધી ક્વોરન્ટાઇન રહેવાનું હોય છે, પણ આ લોકો બીજી સવારે 26 તારીખે હોટેલથી ઘરે જતા રહ્યા, ત્યાર બાદ BMC ત્રણેય સામે FIR નોંધી.

અરબાઝ

પોલીસે ત્રણેયનાં નિવેદન લીધા છે, ત્યાર બાદ પ્રોટોકોલ તોડવાનાં આરોપમાં કેસ નોંધવામાં આવ્યો છે, મહારાષ્ટ્રમાં બ્રિટન, યુરોપિયન દેશો અને UAEથી ભારત આવતા તમામ યાત્રિકો માટે 14 દિવસ માટે ઇન્સ્ટીટ્યૂશનલ ક્વોરન્ટાઇનમાં રહેવું અનિવાર્ય છે.

જણાવી દઇએ કે મહારાષ્ટ્રમાં સોમવારે કોરોના વાયરસ સંક્રમણના 2765 નવા કેસ સામે આવ્યા બાદ સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 1947011 થઇ ગઇ છે જ્યારે 10362 દર્દીઓ આ દરમિયાન સંક્રમણ મુક્ત પણ થયા. પ્રદેશના સ્વાસ્થ્ય વિભાગ તરફથી આ જાણકારી પ્રાપ્ત થઇ છે. મુંબઇ શહેરમાં કોવિડ-19ના 516 નવા કેસ સામે આવ્યા જેથી પ્રદેશની રાજધાનીમાં કુલ સંક્રમિતોની સંખ્યા 294986 થઇ ગઇ છે જ્યારે સોમવારે મહાનગરમાં વધુ ત્રણ લોકોના મોત બાદ મૃતકોનો આંકડો વધીને 11138એ પહોંચી ગયો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here