મોદી સરકારે કોરોનાની બે રસીને મંજૂરી આપી એ મુદ્દે ભાજપ અને વિપક્ષો વચ્ચે વાકયુધ્ધ જામ્યું છે. કોંગ્રેસના નેતાઓએ ભારત બાયોટેકની રસીને ટ્રાયલ વિના મંજૂરી આપવા સામે સવાલ ઉઠાવ્યા છે. સામે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કોરોનાની રસી સામે સવાલ કરનારાંને મંદબુધ્ધિ ગણાવ્યા છે.

કોરોના રસી

આ જંગ વચ્ચે કોંગ્રેસના બિહારના ધારાસભ્ય અજીત શર્માએ વિનંતી કરી છે કે, કોરોનાની સૌથી પહેલી રસી લઈને મોદી લોકોને રસી એકદમ સુરક્ષિત છે એવો મેસેજ આપે. રશિયામાં પુતિને સૌથી પહેલાં રસી લીધી હતી. અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીના વિજેતા જો બાઈડને રસી લીધી છે તેથી મોદી પણ દાખલો બેસાડી લોકોમાં વિશ્વાસ પેદા કરે એવી તેમની દલીલ છે.

National Digital Health Mission

પીએમઓનાં સૂત્રોના મતે, મોદી આ સૂચનને સ્વીકારીને દેશમાં કોરોનાની રસી સૌથી પહેલાં લેવાની તૈયારી બતાવે એવી પૂરી શક્યતા છે. મોદીએ પોતાની વય ૭૦ વર્ષથી વધારે હોવાથી આ અંગે પોતાના ડોક્ટરોની સલાહ પણ માગી છે. તેમના તરફથી લીલી ઝંડી મળશે તો મોદી દેશમાં કોરોનાની રસી સૌથી પહેલાં લેવા તૈયાર થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here