મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં એક ચોંકાવનારો લવ ટ્રાયન્ગલ સામે આવ્યુ છે. જ્યાં એક પત્નીએ દોઢ કરોડ રૂપિયા લીધા બાદ તેના પતિને ગર્લફ્રેન્ડને સોંપી દીધો હતો. વાસ્તવમાં, થોડા દિવસો પહેલા ફેમિલી કોર્ટમાં ફરિયાદ આવી હતી, જેમાં એક સગીરનો આરોપ છે કે પાપાની ઓફિસમાં કામ કરતી મહિલા સાથેના અફેરને કારણે, ઘરમાં ઝઘડાઓ થાય છે. આને કારણે ઘરનું વાતાવરણ ખરાબ રહે છે અને ફરિયાદ કરનારી બાળકી અને તેની બહેનનું ભણવામાં મન લાગતું નથી. સતત ઝઘડાને કારણે સગીરે આ કેસ અંગે ફેમિલી કોર્ટમાં ફરિયાદ કરી હતી.

સગીરની ફરિયાદ બાદ પતિ-પત્નીને કાઉન્સલિંગ માટે બોલાવવામાં આવ્યા હતા અને જાણવા મળ્યું હતું કે જેની સાથે પતિનો અફેર છે તે મહિલા તેનાથી મોટી છે અને તે તેની ઓફિસમાં નોકરી કરે છે. પતિ અને તેની ગર્લફ્રેન્ડ એક સાથે રહેવા માંગે છે પરંતુ પત્ની તેને મંજૂરી આપતી નથી. કાઉન્સિલિંગનાં ઘણા તબક્કાઓ પછી, આખરે સમસ્યાનું સમાધાન કરવામાં આવ્યું. પત્ની એક શરતે પતિને છોડી દેવા માટે સંમત થઈ ગઈ. પ્રેમિકાએ તેના પ્રેમીની પત્નીને એક ફ્લેટ અને આશરે 27 લાખ રૂપિયા આપ્યા, જે પછી તેને પોતાનો પ્રેમ મળ્યો.
કાઉન્સિલરનાં જણાવ્યા મુજબ પત્નીએ કહ્યું કે, લગ્નના આટલા વર્ષો પછી જ્યારે પતિ અને તેણી વચ્ચે સારા સંબંધ ન હતા, ત્યારે તેણી તેની સાથે રહેવાનું પસંદ કર્યુ ન હતુ. તેથી તેણે નક્કી કર્યું કે ભાવિ જીવન તેની પુત્રીઓનું ભવિષ્ય સુધારવામાં વિતાવશે, તેથી તે આ મુશ્કેલ નિર્ણય માટે તે તૈયાર થઈ શકી હતી.