નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે અને ઈનકમ ટેક્સ રિટર્ન (ITR)દાખલ કરવા માટે સરકાર તરફથી વધારવામાં આવેલી તારીખ પણ નજીક આવી રહી છે, પરંતુ લોકોની સામે માત્ર ITR દાખલ કરવું જ મુખ્ય નથી, પણ ઘણા એવા બીજા કામ પણ છે, જેને માર્ચ આવતા પહેલા પૂર્ણ કરી લેવા જોઈએ. એવુ ન કરવા પર તેમને ભારે નુકસાન ઉઠાવવું પડી શકે છે. તો આવો જાણીએ માર્ચ આવતા પહેલા ક્યાં-ક્યાં જરૂરી કામ કરી લેવા જોઈએ.

ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલિંગ

કોરોના વાયરસ મહામારીના આ સમયમાં ટેક્સપેયર્સની પરેશાનીઓને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકારે નાણાકિય વર્ષ 2019-20 (આંકલન વર્ષ 2020-21) ઈનકમ ટેક્સ રિટર્ન દાખલ કરવાની છેલ્લી તારીખને વધારી 10 જાન્યુઆરી 2021 નક્કી કરી છે. જોકે, સરકારે આ પહેલા ITR ફાઈલિંગની સમયમર્યાદા 31 ડિસેમ્બર 2020 નિર્ધારિત કરી હતી. એવામાં ટેક્સપેયર્સ માટે એ જરૂરી હોય છે કે, તે સરકાર દ્વારા ITR દાખલ કરવાની રીતથી તારીખ પહેા પોતાનું કામ પૂર્ણ કરી લે. એવુ ન કરવા પર ઈનકમ ટેક્સ વિભાગ તરફથી તેમની પાસે નોટિસ પણ મોકલી શકાય છે.

પેંશન માટે લાઈફ સર્ટિફિકેટ

દેશમાં પેંશન મેળવનાર રિટાયર્ડ કર્મચારીઓનું જીવન પ્રમાણ પત્ર એટલે કે, લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવાની છેલ્લી તારીખમાં પણ સરકાર તરફથી વધારો કરવામાં આવ્યો છે. સરકારે પેંશનધારકોના લાઈફ સર્ટિફિકેટ જમા કરવાની છેલ્લી તારીખ 28 ફેબ્રુઆરી 2021 નિર્ધારિત કરી છે. માર્ચ આવતાપ હેલા દેશના લાખો પેંશનધારકોને પોતાની બેન્કમાં લાઈફ સર્ટિફિકેટ જમા કરાવી દેવું જોઈએ. એવુ ન કરવા પર તેમને પેંશન મેળવવામાં તકલીફનો સામનો કરવો પડી શકે છે.

પાન-આધાર લિંક

નાણાકિય લેણદેણને ચાલુ રાખવા માટે આધાર નંબરનું પાન સાથે લિંક કરવું ખૂબ જ જરૂરી છે. નાણા મંત્રાલયે હાલમાં જ આ વાતની જાહેરાત કરી છે કે, યુઝર્સને પોત-પોતાના બેન્ક ખાતાને આધાર અને પાન સાથે લિંક કરવું જરૂરી છે. તેનો હેતુ છે કે, બેન્કના દરેક ખાતાને આધાર સાથે જોડવું ખૂબ જ જરૂરી છે. મંત્રાલય તરફથી બેન્કને આદેશ આપવામાં આવ્યો છે કે, જે બેન્ક ખાતુ અત્યાર સુધી આધાર સાથે લિંક કરાવવામાં આવ્યુ નથી, તેમને 31 માર્ચ 2021 સુધી લિંક કરાવી લેવું જોઈએ. તે સાથે જ સરકાર તરફથી નિર્ધારિત આ સમયમર્યાદાની અંદર પાન અને આધારને પણ એકબીજા સાથે લિંક કરાવી લેવું જોઈએ. એવુ ન કરવા પર પાન અમાન્ય કરી શકાય છે. તે સાથે જ પૈસાનું લેણદેણ કરવામાં લોકોને પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here