રાજ્ય (Gujarat)માં ઉત્તરાયણ (Uttarayan) પર પતંગ (Kite) ચગાવવા પર રોક લગાવવાની માગ સાથે સોમવારે હાઈકોર્ટ (Gujarat High Court)માં જાહેર હિતની અરજી (Public interest application) કરવામાં આવી છે. હાઈકોર્ટે સરકારી વકીલને સુચના આપી છે કે, આ મુદ્દે રાજ્ય સરકાર (State Government) પાસેથી માહિતી મેળવીને રજૂ કરો અને વલણ સ્પષ્ટ કરો. આ અરજી પરની વધુ સુનાવણી આઠ જાન્યુઆરીએ હાથ ધરાશે.

હાઈકોર્ટમાં અરજદારની રજૂઆત હતી કે, ગુજરાતમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે લોકો પતંગ ચગાવવા ભેગા થાય છે. આ વર્ષે તો આ બે દિવસ પછી શનિ-રવિ પણ આવે છે એટલે લોકોને લાંબુ વીક-એન્ડ મળે છે. ગુજરાતમાં ઉત્તરાયણની ઉજવણી કરવા માટે લોકો દેશ-વિદેશથી આવે છે.

જેથી, મોટી સંખ્યામાં લોકો ભેગા થશે. જેના લીધે, દિવાળી બાદ કોરોના વકર્યો હતો, તેવી સ્થિતિ સર્જાવાની દહેશત ઉભી થશે. ઉત્તરાયણને લઈ પતંગ અને દોરી ખરીદવા અને વેચવા માટે લોકો પતંગ બજારમાં ઉમટશે. આ ખરીદી દરમિયાન, સામાન્ય રીતે દરેક વ્યક્તિ બજારમાં બે થી ત્રણ કલાક વિતાવશે.

આ સંજોગોમાં કોરોના વકરવાની સંભાવના વધશે. આ ઉપરાંત, સોસાયટીના જનરલ ધાબા પર લોકોને ભેગા થતાં રોકવા માટે પોલીસ ડ્રોનથી પેટ્રોલિંગ કરે. અત્યારથી કડક પગલા નહીં લેવાય તો, ઉત્તરાયણ બાદ, કોરોના વકરશે તો મેડિકલ કર્મચારીઓ પર ફરી ભારણ વધશે.

અરજદારે હાઈકોર્ટ સમક્ષ શું માગ કરી?

  • રાજ્યમાં ઉત્તરાયણ પર પતંગ ચગાવવા પર રોક લગાવો
  • પતંગ અને દોરીના ખરીદ-વેચાણ પર રોક મૂકો
  • ઉત્તરાયણના તહેવારના સંદર્ભે માર્ગર્દિશકા બહાર પાડો
  • 09થી 17 જાન્યુઆરી સુધી એક સ્થળ પર ભેગા થવા પર રોક લગાવો
  • જ્યાં દોરી રંગાય ત્યાં ભેગા થવા પર 17મી સુધી રોક લગાવો
  • 09થી 17 જાન્યુઆરી સુધી પોલીસ ડ્રોનથી પેટ્રોલિંગ કરે
  • કોરોનાની માર્ગર્દિશકાનુ કડકપણે પાલન કરાવાય

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here