Whatsappને મેસેજિંગ માટે તો એકદમ સુરક્ષિત માનવામાં આવે છે. પરંતુ તેમ છતાં પ્રાઇવસી (Whatsapp Privacy) એક મોટી સમસ્યા છે. આ મેસેજિંગ એપ પર પ્રોફાઇલ પિક્ચરની પ્રાઇવસી (Profile Pic Privacy) હજુ પણ એક મોટો પડકાર છે. ઘણીવાર લોકો તમારી પરવાનગી વિના તમારા ફોટોનો સ્ક્રીનશૉટ લઇ લે છે. આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે આ સમસ્યાથી બચી શકાય છે.

પ્રોફાઇલ પિક છુપાવવો શા કારણે છે જરૂરી

Whatsapp પર પ્રોફાઇલ પિક્ચર એટલા માટે લગાવવામાં આવે છે જેથી લોકો તમને સરળતાથી ઓળખી શકે. આ ઉપરાંત મેસેજિંગના સમયે તમારી પ્રોફાઇલ પિક ચેટિંગને એક અલગ જ ફીલ આપે છે. ઘણીવાર અજાણ્યા લોકો પણ તમારી પ્રોફાઇલ પિક જુએ છે. આવા અજાણ્યા લોકોથી પોતાની પ્રાઇવસીને પ્રોટેક્ટ કરવા માટે જ પ્રોફાઇલ પિક્ચર છુપાવવો જરૂરી છે.

whatsapp

સરળ છે પ્રોફાઇલ પિક પ્રોટેક્ટ કરવો

જણાવી દઇએ કે Whatsapp પર પ્રોફાઇલ પિકને પ્રોટેક્ટ કરવાની પણ સુવિધા છે. તમે આ સેટિંગનો ઉપયોગ કરીને પોતાની પ્રોફાઇલ પિકને પ્રોટેક્ટ કરી શકો છો.

અપનાવો આ રીત

સૌપ્રથમ તમે તમારી Whatsapp સેટિંગમાં જાઓ. અહીં Account પર ક્લિક કર્યા બાદ Privacy પર ક્લિક કરો.

whatsapp

ડિફોલ્ટ સેટિંગ બદલો

હવે તમારી પ્રોફાઇલ ફોટો પર ક્લિક કરો. અહીં ડિફોલ્ટ સેટિંગમાં તમારી પ્રોફાઇલ ફોટો પર Everyone એટલે કે બધાને જોવાની અનુમતિ હોય છે. તેને તમારે બદલવાની છે.

તમારી પ્રાયોરિટી સિલેક્ટ કરો

જો તમને લાગે કે તમારી પ્રોફાઇલ પિક્ચર તે જ લોકો જોવે જેને તમે જાણો છો તો સેટિંગમાં My Contact ઓપ્શન સિલેક્ટ કરો. જો તમે બધાથી તમારી પ્રોફાઇલ પિક્ચર છુપાવવા માગતા હોય તો No One સિલેક્ટ કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here