યુ.કે.માં કરોડો રૂપિયાની પ્રોપર્ટીની ખરીદીના કેસમાં સોમવારે ઈન્કમટેક્સ વિભાગે સોનિયા ગાંધીના જમાઈ રોબર્ડ વાડરાનું નિવેદન નોંધ્યું. વાડરાએ આર્મ્સ ડીલર સંજય ભંડારી પાસેથી કટકીનાં નાણાં પેટે આ પ્રોપર્ટી લીધી હોવાનો કેસ ઈ.ડી. એ ૨૦૧૮માં નોંધ્યો હતો.

વાડરા

ઈ.ડી.એ આરોપ મૂક્યો હતો કે, વાડરાએ ભંડારી પાસેથી લાંચ પેટે ૧.૧૦ કરોડ પાઉન્ડ એટલે કે લગભગ ૧૦૦ કરોડ રૂપિયાની નવ સંપત્તિ લીધી હતી. આ કેસમાં બે વર્ષ કરતાં વધારે સમય વિતી ગયો પણ ઈ.ડી.એ કશું કર્યું નથી. હવે અચાનક જ ઈન્કમટેક્સ વિભાગે સક્રિયતા બતાવી એ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે.

વિશ્લેષકોના મતે, અત્યારે ખેડૂત આંદોલનના કારણે કોંગ્રેસે ભાજપ પર ભીંસ વધારી છે તેથી કોંગ્રેસને દબાવવા આ પગલું ભરાયું છે. વાડરા સામે ભાજપ ભ્રષ્ટાચારના આક્ષેપો છેલ્લા સાત-આઠ વર્ષથી કરે છે અને સત્તામાં આવશે તો વાડરા સામે તપાસ કરીને પગલાં લેવાની ખાતરી પણ આપી હતી પણ છ વર્ષમાં ભાજપ સરકારે કોઈ પગલાં નથી લીધાં એ જોતાં આ કાર્યવાહીને ગંભીરતાથી લેવાની જરૂર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here