કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે કોરોના વાયરસ વેક્સિન સ્વૈચ્છિક હશે. પરંતુ, વ્યક્તિએ પોતાની અને પોતાના પરિવારની સુરક્ષા માટે કોરોના વેક્સિન લેવી જોઈએ.

કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે કોરોનાની રસી સ્વૈચ્છિક હશે. ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે એ વાત સ્પષ્ટ કરી છે કે કોરોના વાયરસના રસીકરણનું જે અભિયાન શરૂ થવાનું છે તે સ્વૈચ્છિક હશે. સ્વાસ્થ્ય મંત્રાલયે દેશના રાજ્યોને આ નિર્દેશ આપ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિ કોરોના વેક્સિનેશન માટે આવે ત્યારે તેની ઈચ્છા જાણવી જરૂરી છે.

જો કોઈ વ્યક્તિ કોરોના રસીકરણના સેન્ટર પર પહોંચે અને ત્યાં તેને એવું લાગે કે તે આ રસી લેવા નથી માગતા તો અધિકારીઓની સાથે આ સંબંધિત સ્પષ્ટપણે વાત કરી શકે છે. આ નિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે કોરોનાની રસી તેઓને પણ આપવામાં આવશે કે જેઓ હાલમાં જ કોરોનાને હરાવીને સાજા થયા છે.

કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે કોરોના વાયરસ વેક્સિન સ્વૈચ્છિક હશે. તેમણે એવું પણ જણાવ્યું છે કે દુનિયાના અન્ય દેશોની માફક ભારતમાં આપવામાં આવનારી વેક્સિન પણ કોરોનાની મહામારીમાંથી બચાવવામાં અસરકારક સાબિત થશે. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી કોરોના વેક્સિન સંબંધિત તમામ જરૂરી સવાલના જવાબ આપવામાં આવ્યા છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે દેશના દરેક નાગરિક કોરોનાની વેક્સિન લેવી જોઈએ. પણ, આ માટે કોઈને મજબૂર કરવામાં નહીં આવે. પરંતુ, વ્યક્તિએ પોતાની અને પોતાના પરિવારની સુરક્ષા માટે કોરોના વેક્સિન લેવી જોઈએ.

કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે એવું પણ કહ્યું છે કે કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો અને 2 અઠવાડિયા પછી શરીરમાં એન્ટિબોડી ડેવલપ થાય છે. જેનાથી કોઈપણ વાયરસથી રક્ષા મેળવી શકાય છે. અહીં નોંધનીય છે કે ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી વેક્સિન કોવીશીલ્ડ વિશે કહેવાઈ રહ્યું છે કે કોરોના વાયરસ વેક્સિનનો બૂસ્ટર ડોઝ દર્દીઓમાં એન્ટિબોડી બનાવવામાં સફળ રહ્યો છે. જેઓને ડબલ ડોઝ આપવામાં આવ્યા છે, તેઓમાં સિંગલ ડોઝની સરખામણીમાં વધુ રોગપ્રતિકારક શક્તિ હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here