બોલિવૂડમાં ડ્રગ્સ એન્ગલની તપાસ કરી રહેલી NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો)એ આજે એક્ટર અર્જુન રામપાલની બહેન કોમલને પૂછપરછ માટે સમન્સ મોકલ્યું છે. NCB અગાઉ અર્જુન રામપાલની બે વખત અને તેની ગર્લફ્રેન્ડ ગેબ્રિઅલની પણ બે વખત પૂછપરછ કરી ચૂકી છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ થોડા દિવસ પહેલાં ગેબ્રિઅલના ભાઈ ગિસિયાલોસ ડેમેટ્રીઅડ્સને અરેસ્ટ કર્યો હતો. જોકે હાલ તે જામીન પર બહાર છે.

NCBએ રામપાલના ઘરે 9 નવેમ્બરે રેડ પાડી હતી. ત્યાર બાદ 11 અને 12 નવેમ્બરે તેની ગર્લફ્રેન્ડ ગેબ્રિઅલની પૂછપરછ કરવામાં આવી. તપાસ એજન્સીએ રામપાલના ડ્રાઈવરને પણ કસ્ટડીમાં લઈને થોડા કલાક પૂછપરછ કરી હતી.

બહેન પર નકલી પ્રિસ્ક્રિપ્શન બનાવવાનો આરોપ
અર્જુન રામપાલની બહેન કોમલને સવારે 11 વાગ્યે મુંબઈ સ્થિત NCB ઓફિસમાં પૂછપરછ માટે હાજર થવાનું છે. થોડા દિવસ પહેલાં એક્ટરના ઘરેથી પ્રતિબંધિત દવાઓ મળી હતી, જેને લઈને તપાસ એજન્સી સામે તેણે એક બેક ડેટ પ્રિસ્ક્રિપ્શન રજૂ કર્યું હતું. આ પ્રિસ્ક્રિપ્શન એક્ટરની બહેનના કહેવા પર દિલ્હીના એક ડોકટરે તૈયાર કર્યું હતું. NCBએ તે ડોક્ટરનું સ્ટેટમેન્ટ CRPCની કલમ 164 હેઠળ મેજિસ્ટ્રેટ કોર્ટ સામે ફાઈલ કર્યું હતું. ડોક્ટરના જણાવ્યા મુજબ, આ દવા એક્ટરની બહેનની એન્ગ્ઝાયટી માટે લખવામાં આવી હતી.

રામપાલના ઘરેથી આ દવાઓ મળી હતી
NCBની પૂછપરછમાં બોલિવૂડ એક્ટર અર્જુન રામપાલે એવું પણ જણાવ્યું હતું કે રેડમાં જે ટેબ્લેટ મળી હતી એમાંની અમુક દવા તેના કૂતરાની હતી, કારણકે તેના કૂતરાના સાંધામાં ઘણો દુખાવો છે. તે વેટરિનરી ડોકટરે પ્રિસ્ક્રાઈબ કરી હતી. NCBના જણાવ્યા મુજબ, રેડમાં એક્ટરના ઘરેથી અલ્ટ્રાસેટ ટેબ્લેટ મળી હતી. આ એ પ્રિસ્ક્રાઈબ દવા છે જે ખૂબ દુખાવો થાય ત્યારે યુઝ કરવામાં આવે છે. બીજી દવા ક્લોનાઝેપમ હતી. આ દવા પણ ડોક્ટર દ્વારા પ્રિસ્ક્રાઈબ કરવા પર જ લઇ શકાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here