અમેરિકી સંસદ કેપિટલ પરિસર અંદર અને બહાર ટ્રમ્પ સમર્થકોની દ્વારા કરાયેલી હિંસા અને હંગામા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચિંતા વ્યક્ત કરી છે..પીએમ મોદીએ નામ લીધા વિધાન ટ્રમ્પને સલાહ આપી છે કે સત્તાનું હસ્તાંતરણ શાંતિપૂર્ણ રીતે કરી દેવો જોઈએ..વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરતા લખ્યુ કે વોશિંગ્ટન ડીસીમાં થયેલી હિંસાના અહેવાલ જોઈને ચિંતિત છું. સત્તાનું હસ્તાંતર શાંતિપૂણ રીતે થતુ રહેવુ જોઈએ..આ લોકતાંત્રિક પ્રક્રિયામાં આ પ્રકારની ગેરકાયદે પ્રવૃતિઓને સ્વીકાર ન કરી શકાય.

વોશિંગ્ટન ડીસીમાં થયેલી હિંસાના અહેવાલ જોઈને ચિંતિત

સત્તાનું હસ્તાંતર શાંતિપૂણ રીતે થતુ રહેવુ જોઈએ

ઉલ્લેખનિય છેકે નવનિર્વાચિત રાષ્ટ્રપતિ જો બાઈડનની જીતને પ્રામાણિત કરવા માટે સંસદના સંયુક્ત સત્ર માટે સાંસદે કેપિટલ બિલ્ડિંગમાં બેઠા હતા..ત્યારે સંસદની બહાર ટ્રમ્પ સમર્થકોએ હંગામો કર્યો..અને તે સમયે પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું.

વિશ્વના મોટા નેતાઓએ પણ અમેરીકામાં થયેલી હિંસા પર ચિંતા વ્યક્ત કરી

માત્ર પ્રધાનમંત્રી મોદીજ નહી પરંતુ વિશ્વના મોટા નેતાઓએ પણ અમેરીકામાં થયેલી હિંસા પર ચિંતા વ્યક્ત કરી છે. બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જોનસને ટ્વિટ કરતા જણાવ્યું કે અમેરીકાથી જે અહેવાલ આવી રહ્યા છે તે ચિંતાજનક છે, તમામે શાંતિથી અને ધૈર્યથી કામ લેવું જોઈએ, આ સિવાય કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટીન ટ્રુડો, ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસન, ન્યુઝીલેન્ડની પીએમ જેસિંડાએ પણ ટ્વિટર દ્વારા અમેરિકી હિંસા મામલે સખ્ત નિંદા કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here