અમેરિકાના અર્થશાસ્ત્રી અને નોબેલ પુરસ્કારથી સન્માનિત જોસેફ ઈ સ્ટિગ્લિજે સોમવારે કહ્યું કે જો ભારત સરકાર કોરોનાનો સામનો કરવા માટે ધન ભેગુ કરવામાં નિષ્ફળ છે તો તેમણે અમીર લોકો પર ટેક્સ લગાવીને ધન ભેગુ કરવું જોઈએ.
- અમીર લોકો પર ટેક્સ લગાવીને ધન ભેગુ કરવું જોઈએ
- ભારતમાં સર્વાધિક ધની લોકો પર કોરોનાને લઈને અનેક ચર્ચા થઈ છે
- 80 અમીર બિઝનેસમેને દુનિયાભરની સરકારોની ચીઠ્ઠી લખી રહ્યા છે
જોસેફ ઈ સ્ટિગ્લિજે કહ્યું કે સરકારે મહામારી પર નિયંત્રણ અને નબળા વર્ગની મદદ કરવા માટે ખર્ચ કરવાથી પાછા ન પડવું જોઈએ. સ્ટિગ્લિજે ફિક્કી દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં કહેવામાં આવ્યું કે ધનરાશિને ઓછી અસર પહોંચાડનારા સેક્ટરની જગ્યાએ વધુ અસર વાળા સેક્ટર પર ખર્ચ કરવો જોઈએ. અને જો તમારી પાસે સંસાધનો નથી તો કર વધારવામાં આવે કેમ કે ભારત પાસે અનેક અરબપતિ છે. ગત દિવસોમાં ભારતમાં સર્વાધિક ધની લોકો પર કોરોનાને લઈને અનેક ચર્ચા થઈ છે.
તેમણે કહ્યું કે ભારત અને અમેરિકા બન્ને કોરોનાનો સામનો સારી રીતે નથી કર્યો. તેમણે કહ્યું કે પ્રવાસી મજૂરોને ઘરે જવાની છુટને કારણે સંક્રમણ વધ્યુ છે જેનાથી લોકડાઉન નિષ્ફળ રહ્યુ છે.
તેમણે નસ્લવાદી અને વિષમતાકારી રાજનીતિ માટે અમેરિકાની ટીકા કરી હતી. ઉલ્લેખનીય છે કે અનેક વાર અમીરો પર ટેક્સ લગાવવાની માંગ ઉઠી છે. હાલમાં દુનિયાના 80 અમીર બિઝનેસમેને દુનિયાભરની સરકારોની ચીઠ્ઠી લખી રહ્યા છે કે સરકારોએ કોરોના સામે લડવા સુપર રિચ લોકો એટલે કે અમીર લોકો પર વધારે ટેક્સ નાંખવો જોઈએ.
આ ચિઠ્ઠીમાં તેમણે પોતોના મિલેનિયોર્સ ફોર હ્યુમાનિટી ગણાવ્યા છે. તેમણે કહ્યું કે સરકારે તાત્કાલિક અને ઘણી હદ્દ સુધી સ્થાયી રુપે વધારે ટેક્સ વસૂલવો જોઈએ. આ ગ્રુપમાં બેન અન્ડ જેરીસ આઈસ ક્રિમના ફાઉન્ડર જેરી ગ્રીનફીલ્ડ, સ્ક્રીન રાઈટર રિચર્ડ કર્ટિસ અને ફિલ્મમેકર એબિગેલ ની સાથે અમેરિકાના આંત્રપ્રિન્યોર સિડની ટોપોલ અને ન્યૂઝિલેન્ડના રિટેલર સ્ટીફન ટિંડલ પણ સામિલ છે.