આ વર્ષે પ્રજાસત્તાક દિવસની ઉજવણીને રદ્દ કરવાના કોંગ્રેસ નેતા શશી થરૂરના નિવેદનથી કોંગ્રેસે પોતાને અલગ કર્યું છે અને કહ્યું કે, જ્યારે લોકતાંત્રિક સંસ્થાઓ પર હુમલા થતા હોય એવા સમયે લોકશાહીના ઉત્સવને ધામધુમથી ઉજવવાની જરૂર છે.થરૂરના નિવેદન પર કોંગ્રેસ નેતા અલકા લાંબાએ પાર્ટીની એક સત્તાવાર પત્રકાર પરિષદમાં કહ્યું કે, જ્યાં સુધી પાર્ટીનો સવાલ છે તો તેનો એ વિશ્વાસ અને માનવું છે કે ભલે સ્વતંત્રતા દિવસ હોય કે પ્રજાસત્તાક દિવસ બંન્ને આપણાં લોકતાંત્રિક અને બંધારણિય તહેવાર છે.

થરૂરના નિવેદન પર કોંગ્રેસની પ્રતિક્રિયા

તેમણે કહ્યું, બંધારણ અને બંધારણિય સંસ્થાઓ પર જે પ્રકારે સતત હુમલાઓ કરી તેના પર હુમલો કરવામાં આવી રહ્યો છે. એવા સમયે કોંગ્રેસ અનુભવે છે કે, આ પ્રકારના ઉત્સવોને ધામધુમથી ઉજવી તેના પર વિશ્વાસ વ્યક્ત કરતા આપણે તે સુનિશ્ચિત કરવાનું છે અને શપથ લેવાની છે કે આપણે ક્યારેય બંધારણ અને બંધારણીય સંસ્થાઓને નબળી પડવા દઈશું નહી.

ઉલ્લેખનિય છે કે, કોંગ્રેસના સિનિયર નેતા શશી થરૂરે બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જોનસનનો ભારત પ્રવાસ રદ્દ થવાનો હવાલો આપી રહ્યું હતું કે મુખ્ય મહેમાન હોવાની સ્થિતિમાં આ વખતે પ્રજાસત્તાક પર્વ સમારોહ કેમ રદ્દ કરવામાં આવે નહી. તેમણે ટ્વીટ કરીને આ વાત કહી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here