વીતેલા એક કરતાં પણ વધુ વર્ષથી વિશ્વભરમાં હાહાકાર સર્જી રહેલા કોરોના વાઇરસની તપાસ માટે વિશ્વ આરોગ્ય સંગઠન (ડબ્લ્યૂએચઓ)ની એક ટીમ ચીનના વુહાન શહેરમાં આ વાઇરસના અસ્તિત્વની તપાસ કરવા માટે નીકળી હતી, પરંતુ ટીમને હજીસુધી ચીનમાં આવવાની મંજૂરી નથી મળી રહી. વિશ્વ આરોગ્ય સંગઠનના બે તજજ્ઞા આ યાત્રા માટે નીકળી ચૂક્યા હતા. તે પૈકી એક તજજ્ઞા પાછા ઘેર આવવા પણ નીકળી ચૂક્યા છે. તો બીજા વિજ્ઞાની એશિયાના કોઇક દેશમાં વસી રહ્યા છે.

વિશ્વ આરોગ્ય સંગઠનના વડા ટેડ્રોસે જણાવ્યું હતું કે ચીની સરકાર સાથે થયેલી સમજૂતી પછી આંતરરાષ્ટ્રીય તપાસ ટુકડીના સભ્યો પોતપોતાના દેશમાંથી ચીન પહોંચવા નીકળી ચૂક્યા હતા. પરંતુ ચીની અધિકારીઓએ હજી આખરી મંજૂરી નથી આપી તે વાતે તેઓ બેહદ નિરાશ છે. જોકે તેમણે આશા વ્યક્ત કરી હતી કે ચીન ટૂંકસમયમાં જ આ દિશામાં પગલાં લેશે. વિશ્વ આરોગ્ય સંગઠન કેટલાક મહિનાથી ૧૦ આંતરરાષ્ટ્રીય તજજ્ઞાોને ચીન મોકલવા તૈયારી કરી રહ્યું છે કે જેથી કોરોના વાઇરસ વિષે જાણકારી મેળવી શકાય.

પ્રશ્ન વિઝાનો નથી, બંને પક્ષો વચ્ચે હજી વાટાઘાટો ચાલુ છે : ચીન 

વિશ્વ આરોગ્ય સંગઠનની તપાસ ટીમની ચીન મુલાકાતમાં સર્જાઇ રહેલા વિલંબને મુદ્દે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનિયાંગે જણાવ્યું હતું કે પ્રશ્ન વિઝાનો નથી. નિષ્ણાતો માટે ખાસ વ્યવસ્થા અને ચોક્કસ તારીખો અંગે હજી બંને પક્ષે વાટાઘાટો ચાલી રહી છે. વાઇરસના ઉદગમને શોધી કાઢવો તે ખૂબ જ જટિલ પ્રશ્ન છે. આંતરરાષ્ટ્રીય ટીમ ચીનમાં સરળતાથી તપાસ કરી શકે તે માટે જરૂરી વ્યવસ્થા અને કાર્યવાહી કરવાની થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here