દુનિયાની સૌથી મોટી વેક્સિન નિર્માતા કંપની સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા સામે નાંદેડથી એક કંપનીએ ફરિયાદ નોઁધાવી છે. કટિસ બાયોટેક નામની કંપનીએ કેસ કોવિશીલ્ડ નામને લઇને કર્યો છે. કંપનીનું કહેવું છે કે તેઓ પહેલા જ તૈયાર કરી ચુક્યા છે. ઉપરાંત તેનું વેચાણ પણ કર્યુ છે. ઉલ્લેખનીય છે કે ઓક્સફર્ડ અને એસ્ટ્રાજનેકાએ કોવિશીલ્ડ નામની વેક્સિન બનાવી છે.

ભારતમાં કોવીશીલ્ડ વેક્સિનને સરકાર દ્વારા મંજૂરી

ભારતમાં કોવીશીલ્ડ નામની આ વેક્સિનનું ઉત્પાદન સીરમ ઇન્સ્ટિટ્યુટ દ્વારા કરવામાં આવ્યું છે. જેને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. હજુ તો વેક્સિનને મંજૂરી મળ્યાને બે દિવસ જ થયા છે કે તેના ઉપર કાનૂની સંકટ આવી ગયું છે. નાંદેડની કંપની કટિસ બાયોટેકે સીરમ ઇન્સ્ટિટ્યુટ ઉપર પુણેની કોમર્શિયલ કોર્ટમાં કેસ ફાઇલ કર્યો છે.

કંપનીએ લગાવ્યો આ આરોપ

કંપનીએ આરોપ લગાવ્યો છે કે તેઓ પહેલાથી જ કોવીશીલ્ડ નામના રજીસ્ટ્રેશન માટે અરજી કરી ચુકયા છે. કંપનીનું કહેવું છે તેમણે 2020ના એપ્રિલ મહિનામાં આ નામના ટ્રેડમાર્ક માટે અરજી કરી છે. તેમણે આ નામના ઘણા ઉત્પાદનો પણ તૈયાર કર્યા છે. ઉલ્લેખનીય છે કે સીરમ ઇન્સ્ટિટ્યુટના સીઇઓ અદાર પૂનાવાલા થોડા દિવસો પહેલા વેક્સિન નિર્માતાઓને કાનૂની કેસમાંથી બચાવવાની માંગ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here