મોદી નારાજ થતાં અમિત શાહે યોગીને ખખડાવી નાખ્યા, આપ્યા આ આદેશો

ઉત્તર પ્રદેશના બદાયુમાં આંગણવાડીની કાર્યકર મહિલા પર થયેલા સામૂહિક બળાત્કારે આખા દેશને હચમચાવી મૂક્યો છે ત્યારે મોદી પણ નારાજ હોવાના અહેવાલ છે. હાથરસ ગેંગ રેપની જેમ આ ઘટનામાં પણ મોદીના આદેશથી અમિત શાહે મંગળવારે સાંજે ફોન કરતાં યોગી આદિત્યનાથ હરકતમાં આવ્યા.

મોદીના આદેશથી અમિત શાહે મંગળવારે સાંજે ફોન કરતાં યોગી આદિત્યનાથ હરકતમાં આવ્યા

સૂત્રોના મતે, શાહે યોગીને સ્પષ્ટ શબ્દોમાં મોદીની નારાજગીથી માહિતગાર કરીને ૨૪ કલાકમાં પગલાં લેવા અલ્ટિમેટમ આપ્યું હતું. શાહે યોગીને આ ઘટના બીજો નિર્ભયા કે હાથરસ કાંડ બની જાય એ પહેલાં આકરાં પગલાં લેવાની તાકીદ કરીને બુધવારે સાંજે રીપોર્ટ કરવા કહ્યું હોવાનું પણ કહેવાય છે.’

ખેડૂતો

બુધવારે સાંજે રીપોર્ટ કરવા કહ્યું હોવાનું પણ કહેવાય છે.

યોગીએ તાબડતોબ પોલીસોને સસ્પેન્ડ કરવા આદેશ આપ્યો અને આ કેસમાં નિષ્પક્ષ તપાસ કરવા પણ ફરમાન કરીને આરોપી મહંતના માથે ઈનામ પણ જાહેર કરાવડાવ્યું. બળાત્કારના કેસમાં આટલી જલદી ફરાર આરોપીના માથે ઈનામ જાહેર કરાતું નથી. દિલ્હીમાં થયેલા નિર્ભયા બળાત્કાર કાંડની યાદ અપાવતી આ ઘટનામાં પોલીસે બે દિવસ સુધી ફરિયાદ નહોતી લીધી. મહિલાનું પોસ્ટમોર્ટમ કરવામાં પણ ચાર દિવસ કાઢી નાંખ્યા હતા.

પીએમ રિપોર્ટમાં રેપ, ગુપ્ત ભાગોને ભારે ઇજા અને પગના તેમજ ફેફસાના હાડકા તોડવા સહિતની બર્બરતા બહાર આવી હતી. તેની કરોડ રજ્જુને પણ તોડી નાખવામાં આવી હતી. મહિલા પર ગેંગરેપ બાદ અત્યંત નિર્દયતાપૂર્વક માર પણ મારવામાં આવ્યો, કાળજુ કંપાવી નાખે તેવી આ ઘટનાના આરોપી મંદિરના પૂજારી મહંત સત્યનારાયણ, તેનો ચેલો વેદરામ તેમજ ડ્રાઇવર જસપાલની સામે રેપ-હત્યાનો ગુનો દાખલ કરાયો છે. ભીસમાં આવેલી પોલીસે સ્થાનીક એસએચઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. 

તેમના પર સમયસર કાર્યવાહી ન કરવા, ટોચના અધિકારીઓને જાણ ન કરવા સહિતના આરોપો હેઠળ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અન્ય એક બેદરકારી પીએમ કરાવવામાં સામે આવી હતી, ઘટનાના ૪૮ કલાક બાદ પીએમ રિપોર્ટ કરવામાં આવ્યો, પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે જ્યારે મુખ્ય આરોપી અને મંદિરનો મહંત હજુ પણ ફરાર છે.  બીજી તરફ આ સમગ્ર ઘટના બહાર આવ્યા બાદ મહિલા કમિશને ઉત્તર પ્રદેશ પોલીસને તાત્કાલીક યોગ્ય પગલા લેવાનો આદેશ આપ્યો છે. સાથે ઘટના અંગે ખેદ પણ વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here