સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Local Elections) પહેલા ગુજરાતની રાજનીતિ (Gujarat Politics) માં મોટો ભૂકંપ જોવા મળ્યો હતો. ભરૂચ (Bharuch)ના સાંસદ મનસુખ વસાવા (Bharuch MP Mansukh Vasava) એ ભાજપ (BJP)માંથી રાજીનામું (Resignation) આપ્યા બાદ ગાંધીનગર (Gandhinagar) ખાતે મુખ્યમંત્રી (CM) સાથે બેઠક કર્યા બાદ રાજીનામું પાછું ખેંચી લીધું હતું. હવે આ મુદ્દે આજે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પાર્ટીમાં કયા મુદ્દે નારાજગી ચાલી રહી હતી તે રહસ્ય ઉજાગર કર્યું છે.

ભાજપ પ્રત્યે નારાજગી મુદ્દે મનસુખ વસાવાએ આજે રહસ્ય ખોલતા ફરી એકવાર ગરમાવો આવી ગયો છે. આજે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સ્ટેજ પરથી કહ્યું કે મારે ઈકો સેન્સેટીવ ઝોન મુદ્દે નારાજગી ચાલી રહી હતી. આ મુદ્દે મુખ્યમંત્રી અને ગણપત વસાવાને રજૂઆત કરી હતી. ત્યારબાદ કોઈ ઉકેલ ન આવતા રાજીનામું આપવાનો નિર્ણય કર્યો હતો. તેમણે ઉમેર્યું કે રાજીનામા બાદ ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ સીએમે ઈકો સેન્સેટીવ ઝોન બાબતે તાત્કાલિક નિર્ણય કરી ઉકેલ લાવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ (BJP President C R Patil) ને રાજીનામાનો પત્ર મોકલી આપ્યો હતો. એટલું જ નીં આગામી બજેટ સત્ર (Budget Session) માં સાંસદ પદેથી પણ રાજીનામું આપવાની વાત કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.

ભાજપના સાંસદ મનસુખ વસાવાએ રાજીનામું પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને રાજીનામાનો પત્ર (Resignation Letter) દ્વારા મોકલ્યો હતો. જેમાં તેમણે મારી ભૂલના કારણે પક્ષને નુકસાન ના પહોંચે તેના કારણે રાજીનામું આપું છું. તેવો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો. આ સાથે પત્રમાં લોકસભાના સત્રમાં અધ્યક્ષ (Loksabha Speaker) ને મળીને પણ લોકસભાના સભ્ય પદેથી રાજીનામું આપી દઈશ. તેવી પણ જાહેરાત કરી હતી.

પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે સાંસદ મનસુખ વસાવાના ભાજપમાંથી રાજીનામા બાદ એક નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, મનસુખ વસાવાએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું નથી. કેટલાક મુદ્દા પર એમને મનદુ:ખ હતું: પરંતુ તે હવે નથી. ઈકો સેન્સેટીવ ઝોન મુદ્દે સાંસદ મનસુખ વસાવાએ રજૂઆત કરી હતી. પરંતુ આગામી સમયમાં અમે તેમના મુદ્દાઓનો ઉકેલ લાવીશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here