બૉલીવૂડ ડ્રગ કનેકશન કેસના લીધે ચકચાર જાગી છે. ત્યારે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોએ નશીલા પદાર્થના મામલામાં અભિનેતા અર્જુન રામપાલની બહેનને સમન્સ મોકલવામાં આવ્યા છે.નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)એ અગાઉ અર્જુન અને તેની મૉડેલ ગર્લફ્રેન્ડ ગ્રેબિયલાની કલાકે પૂછપરછ કરી હતી.

એનસીબીએ અર્જુનની બે વખત કરી પૂછપરછ

એનસીબીએ અર્જુના ઘરે છાપો મારીને અમૂક દવા જપ્ત કરી હતી. તેમણે બે વખત સમન્સ મોકલીને અર્જુનની પૂછપરછ કરી હતી. એનસીબીએ જપ્ત કરેલી દવા ડૉકટરે આપી હોવાનો દાવો અર્જુને કર્યો હતો.એનસીબીની પૂછપરછ દરમિયાન અર્જુન નશીલા પદાર્થનું સેવન કરે છે કે કેમ અને અન્ય બાબતની માહિતી મેળવવામાં આવી હોવાનુ કહેવાય છે.

ડ્રગ્સ કેસમાં અર્જુનની બહેનને સમન્સ મોકલવામાં આવતા ચકચાર

હવે એનસીબી (મુંબઇ) દ્વારા ડ્રગ્સ કેસમાં અર્જુનની બહેનને સમન્સ મોકલવામાં આવતા ચર્ચાનો વિષય બન્યો છે.અભિનેતા સુશાંત સિંહ રાજૂપતના મોતની તપાસ વખતે બૉલીવૂડના ડ્રગ કનેકશનની જાણ થઇ હતી.

એનસીબીએ તપાસ હાથધરી સુશાંતની અભિનેત્રી ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી તેના ભાઇ શૌવિકની ધરપકડ કરી હતી. આ ઉપરાંત અનેક પ્રસિધ્ધ અભિનેત્રી, અભિનેતાની પૂછપરછ કરાય હતી. આ ઉપરાંત કૉમેડિયન ભારતી અને તેના પતિને પકડવામાં આવ્યા હતા. એનસીબીએ અર્જુનની ગર્લફ્રેન્ડના ભાઇની પણ ધરપકડ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here