KGF Chapter 2 આ વર્ષની હુપ્રતીક્ષિત ફિલ્મોમાં સામેલ છે. પહેલા ચેપ્ટર બાદ ફેન્સમાં તેના બીજા ભાગને લઇને જબરદસ્ત ઉત્સુકતા છે. આ વખતે ફિલ્મમાં યશ, સંજય દત્ત સાથે બાથ ભીડતા નજરે આવશે. ફિલ્મનું ટીઝર યશના જન્મ દિવસે 8 જાન્યુઆરીએ રીલીઝ કરવામાં આવશે અને હવે ટીઝરને રીલીઝ કરવાનો સમય જણાવવામાં આવ્યો છે.

આ સમયે રીલીઝ થશે KGF Chapter 2નું ટીઝર

KGF Chapter 2માં રવીના ટંડન પણ એક મહત્વની ભૂમિકામાં જોવા મળશે. રવીનાએ મંગળવારે ફોટો શેર કરીને લખ્યું- ખૂબ જ ઉત્સાહિત છુ. વધુ 3 દિવસ પસાર થશે. રમિકા સેન પ્રસ્તુત છે. 8 જાન્યુઆરીએ KGF Chapter 2ના ટીઝરની રાહ છે સવારે 10.18 વાગ્યે.

KGF Chapter 2નું ડાયરેક્શન પ્રશાંત નીલ કરી રહ્યાં છે. તેની પહેલા પ્રશાંતે સોમવારે ટ્વિટર પર ટીઝર રીલીઝની જાણકારી આપતા લખ્યું હતુ- KGFના દોરમાં ફરી એકવાર જવાનો મોકો. KGF Chapter 2નું ટીઝર 8 જાન્યુઆરીએ સવારે 10 વાગીને 18 મિનિટે આવશે.

kgf

જણાવી દઇએ કે KGFમાં યશ અને સંજય દત્ત ઉપરાંત રવીના ટંડન પણ મુખ્ય ભૂમિકામાં નજરે આવશે. ટ્વીટ સાથે પ્રશાંતે બે ફોટો શેર કર્યા છે, જે જૂના અખબારોની કતરણ જેવા છે, જેનું શીર્ષક KGF છે. ખબરો વચ્ચે બે ફોટો પણ જોવા મળી રહ્યાં છે. એક ફોટોમાં મુખ્ય કિરદારના બાળપણ અને મોટા થયા બાદની તસવીરોનો કોલાજ છે.

અન્ય એક ટ્વીટમાં પ્રશાંતે લખ્યું- સામ્રાજ્યના દ્વાર ખુલવાની ઉંધી ગણતરી શરૂ થઇ ચુકી છે. ટીઝર 10.18 વાગ્યે આવશે. મૂળ રૂપે કન્નડ ભાષામાં બની રહેલી KGF Chapter 2 મલયાલમ, તમિલ અને તેલુગુ સાથે હિન્દીમાં પણ રીલીઝ કરવામાં આવશે.

ફિલ્મનો ક્લાઇમેક્સ ડિસેમ્બરમાં શૂટ કરવામાં આવ્યો હતો. ક્લાઇમેક્સમાં નાયક રૉકી ભાઇ (યશ) અને ખલનાયક અધીરા (સંજય) વચ્ચે જબરદસ્ત એક્શન સાથે લડાઇ અને જીવલેણ સ્ટંટ કરવામાં આવ્યા. કન્નડ ફિલ્મ KGF Chapter 1 એક સફળ ફિલ્મ છે, જે 2018માં રીલીઝ થઇ હતી. 1960ના દોરમાં સેટ આ પીરિયડ ફિલ્મ હતી, જેમાં કોલર ગોલ્ડ ફીલ્ડ્સને લઇને સક્રિય માફિયાની કહાની દર્શાવવામાં આવી હતી. ફિલ્મ તેલુગુ, તમિલ, મલયાલમ અને હિન્દી ભાષાઓમાં ડબ કરીને પણ રીલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં યશને સાઉથમાં ખૂબ લોકપ્રિયતા મળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here