મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખપદે બાલાસાહેબ થોરાટના સ્થાને કોની નિમણૂક કરવી એ મુદ્દે કોંગ્રેસમાં અવઢવ છે કેમ કે કોઈ પ્રમુખપદે બેસવા તૈયાર નથી. રાહુલ વ્યક્તિગત રીતે અમિત દેશમુખને પ્રમુખ બનાવવા માગતા હતા પણ થોરાટને નડી એ સમસ્યા દેશમુખના કિસ્સામાં પણ નડી છે.

અમિત દેશમુખને પ્રમુખ બનાવવા માગતા હતા પણ થોરાટને નડી એ સમસ્યા દેશમુખના કિસ્સામાં પણ નડી
થોરાટને ‘એક વ્યક્તિ, એક હોદ્દો’ નિયમ પ્રમાણે પ્રધાનપદ કે પ્રમુખપદમાંથી કોઈ એકની પસંદગી કરવા કહેવાયું હતું. થોરાટે પ્રમુખપદ છોડવાની ઈચ્છા વ્યક્ત કરીને રાજીનામું ધરી દીધું. દેશમુખે પણ થોરાટની જેમ જ પ્રધાનપદ છોડીને પ્રમુખ બનવાની અનિચ્છા વ્યક્ત કરી છે.

દેશમુખ ઉપરાંત વિશ્વજીત કદમ, યશોમતી ઠાકુર વિજય વાડેત્તીવારનાં નામ પણ ચર્ચાયાં હતાં પણ કોઈ પ્રધાનપદ છોડવા તૈયાર નથી તેથી છેવટે રાહુલના માનીતા રાજીવ સાતવને પ્રમુખપદે બેસાડાશે એવું લાગે છે. જૂના જોગીઓના જૂથના અશોક ચવાણ પણ પ્રધાનપદ છોડવા તૈયાર થાય એવી શક્યતા નથી એ જોતાં પૃથ્વીરાજનો વિકલ્પ છે પણ શિવસેના-એનસીપીના વધતા પ્રભાવના કારણે પૃથ્વીરાજ ચવાણ પોતે એ માટે તૈયાર નથી.