ભારતની પ્રમુખ ડિજિટલ પેમેન્ટ એપ ફોનપે (PhonePe)એ આઇસીઆઇસીઆઇ પ્રૂડેંશિયલ લાઇફ ઇન્શ્યોરન્સ (ICICI Prudential Life Insurance) સાથે મળીને પોતાના પ્લેટફોર્મ પર ટર્મ લાઇફ ઇન્શ્યોરન્સ (Term Life Insurance) પ્લાન લૉન્ચ કર્યો છે. આ લૉન્ચ સાથે, લાખો PhonePe યુઝર્સ હવે અકાળે નિધનની સ્થિતિમાં પોતાના પરિવારોને આર્થિક મુશ્કેલીઓથી બચાવી શકે છે. પ્રીમિયમની રકમ 149 રૂપિયા વાર્ષિકથી શરૂ થાય છે. આ પોલીસી કોઇ મેડિકલ ટેસ્ટ અને પેપર વર્ક વિના PhonePe એપ પર એક ઑલ-ડિજિટલ કસ્ટમર એક્સપીરિયંસના માધ્યમથી ઇન્સ્ટન્ટ મેળવી શકાય છે.

PhonePeનો ટર્મ ઇન્શ્યોરન્સ પ્લાન

એક ટર્મ ઇન્શ્યોરન્સ પ્લાન એક પ્યોર પ્રોટેક્શન પ્લાન છે જેમાં કોઇ મેચ્યોરિટી લાભ નથી. પૉલીસી પીરિયડ દરમિયાન મૃત્યુ થવા પર, પોલીસીમાં નોમિની વ્યક્તિને વીમિત રકમની ચુકવણી કરવામાં આવે છે. ટર્મ ઇન્શ્યોરન્સ વાર્ષિક આવકના ઓછામાં ઓછા 10 ગણુ કવર હોવુ જોઇએ.

કોણ લઇ શકે છે લાભ

PhonePeના ઉપયોગકર્તા 18થી 50 વર્ષની ઉંમરના છે અને વાર્ષિક 1 લાખ રૂપિયા અથવા તેનાથી વધુની આવક વાળી આ પોલીસીનો લાભ લઇ શકો છે. આ પોલીસીને ખરીદવા માટે કોઇ પૂર્વ મેડિકલ ટેસ્ટ અથવા પેપરવર્કની જરૂરિયાત નથી. PhonePe એપ્લિકેશન દ્વારા ગ્રાહક પોતાની પોલીસીને રિન્યૂ પણ કરી શકાય છે.

કેટલુ મળશે કવર

આ ટર્મ ઇન્શ્યોરન્સ પોલીસી અંતર્ગત વ્યક્તિ 1 લાખ રૂપિયાથી લઇને 20 લાખ રૂપિયા સુધીનો વીમો કરાવી શકે છે. ગ્રાહક કોઇપણ મેડિકલ ટેસ્ટ વિના PhonePe એપ્લિકેશન પર ઇન્સટન્ટ ઇન્શ્યોરન્સ પોલીસીનો લાભ લઇ શકે છે.

કેવી રીતે ખરીદશો ટર્મ પોલીસી

PhonePe યુઝર્સ કેટલાક સરળ સ્ટેપ્સમાં પોતાનુ ટર્મ લાઇફ ઇન્શ્યોરન્સ ખરીદી શકે છે.

>>એન્ડ્રોયડ અને આઇઓએસ યુઝર્સ પોતાની PhonePe એપ્લીકેશનના ‘My Money’ સેક્શન પર ક્લિક કરે.

phonepe

>>તે બાદ Insurance પર ક્લિક કરો.

 >> હવે Term Life Insurance સેક્શનને સિલેક્ટ કરો અને એ રકમને સિલેક્ટ કરો જેના માટે તમે ઇન્શ્યોરન્સ કરાવવા માગો છો.

>> ઇંશ્યોર્ડ વ્યક્તિ અને તેના નોમિનીની ડિટેલ્સ આપ્યા બાદ યુઝર્સ PhonePe દ્વારા ઇન્સ્ટન્ટ ઑનલાઇન પેમેન્ટ કરીને પોલીસી ખરીદી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here