રાજસ્થાન રૉયલ્સનો કેપ્ટન સ્મિથે મેચ પહેલા સંકેત આપ્યા છે કે તે યશસ્વી જાયસ્વાલને ટીમમાં સામેલ કરી શકે છે

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝનમાં આજે રાજસ્થાન ટીમ મુંબઇ સામે ટકરાશે. સતત બે મેચમાં હારનો સામનો કરી ચૂકેલી રાજસ્થાન આજની મેચમાં મોટો ફેરફાર કરવાના મૂડમાં છે. રાજસ્થાન રૉયલ્સનો કેપ્ટન સ્મિથે મેચ પહેલા સંકેત આપ્યા છે કે તે યશસ્વી જાયસ્વાલને ટીમમાં સામેલ કરી શકે છે.

રાજસ્થાનની ટીમમાં મીડલ ઓર્ડર ચિંતાનો વિષય બન્યો છે, રોબિન ઉથપ્પા ચાર ઇનિંગમાં માત્ર 33 રન જ બનાવી શક્યો છે, જે ચિંતાનો વિષય છે. એટલે સ્મિથ આજની મેચ માટે રોબિન ઉથપ્પાને બદલે યશસ્વી જાયસ્વાલને ટીમમાં સામેલ કરી શકે છે. જો આમ થશે તો કેપ્ટન સ્મિથ ખુદ મીડિલ ઓર્ડરમાં આવશે અને ઓપનિંગમાં બટલરની સાથે યશસ્વી જાયસ્વાલને મોકલશે. સ્ટાર ઓપનર જૉસ બટલર પણ ટીમના સારી શરૂઆત અપાવવામાં નિષ્ફળ રહ્યો છે, તે ત્રણ મેચમાં માત્ર 47 રન જ બનાવી શક્યો છે.

આ ઉપરાંત ડેથ ઓવરોમાં રાજસ્થાનની બૉલિંગ પણ ચિંતાનો વિષય બની છે. જયદેવ ઉનડકટ (ચાર મેચોમાં એક જ વિકેટ) ખરાબ ફોર્મમાં છે. આના કારણે ટૉમ કરન અને જોફ્રા આર્ચર પર દબાણ વધી ગયુ છે. સ્મિથ આવી સ્થિતિમાં વરુણ કે કાર્તિક ત્યાગીને પણ ઉતારી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here