યુ.કે.ના વડાપ્રધાન બોરિસ જોનસને છેલ્લી ઘડીએ પ્રજાસત્તાક દિનની પરેડમાં આવવાનો ઈન્કાર કરી દેતાં મોદી સરકાર મૂંઝવણમાં મૂકાઈ છે. મોદીએ વિદેશ મંત્રી એસ. જયશંકરને નવા ચીફ ગેસ્ટ શોધવા કામે લગાડયા છે. મોદીએ પોતે પણ કેટલાક વિદેશી વડાઓને ફોન કર્યા હોવાનું કહેવાય છે પણ માત્ર ૨૦ દિવસના ટૂંકા ગાળામાં કોઈ દેશના વડા ભારત આવવા તૈયાર નથી.

૨૦ દિવસના ટૂંકા ગાળામાં કોઈ દેશના વડા ભારત આવવા તૈયાર નથી

કોંગ્રેસ તરફથી તો વિદેશી મહેમાનની ગેરહાજરીમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી જ રદ કરવા સૂચન કરાયું છે પણ મોદી એ માટે તૈયાર નથી. છેલ્લે ૧૯૬૬માં પાકિસ્તાન સાથેના યુધ્ધના કારણે વિદેશી મહેમાન નહોતા આવ્યા.

યુધ્ધના કારણે વિદેશી મહેમાન નહોતા આવ્યા

નવું કશુંક કરીને મોદી ભરપૂર પબ્લિસિટી મેળવવા માગે છે

સૂત્રોના મતે, મોદીએ આ સ્થિતીમાં વૈકલ્પિક વ્યવસ્થા શું થઈ શકે એ અંગે સૂચના મંગાવ્યા છે. આકસ્મિક રીતે ઉભી થયેલી આ સ્થિતીમાં નવું કશુંક કરીને મોદી ભરપૂર પબ્લિસિટી મેળવવા માગે છે. કોરોના વોરીયર્સ કે પછી કોરોનાની રસી બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનારા સંશોધકોને પ્રજાસત્તાક દિનની પરેડમાં મુખ્ય મહેમાન તરીકે નિમંત્રીને મોદી લોકોને સરપ્રાઈઝ આપી શકે છે એવું સૂત્રોનું કહેવું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here