નર્મદા જિલ્લાના તિલકવાડામાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ કરાયો હતો. નર્મદા જિલ્લાના ૩૯ ગામોને સિંચાઇ માટે દિવસે વીજળી મળશે. રાજ્યભરના ૨ હજાર ૭૦૨ ગામના ખેડૂતોને કિસાન સૂર્યોદય યોજના હેઠળ બીજા ચરણમાં સમાવાશે. સાથો સાથ પાણી પુરવઠાની રૂપિયા ૧૫૨ કરોડથી વધુના ખર્ચેની વિવિધ યોજનાઓનું પણ ખાતમૂહુર્ત કરાયું હતુ.

પાણી પુરવઠાની રૂપિયા ૧૫૨ કરોડથી વધુના ખર્ચેની વિવિધ યોજનાઓનું પણ ખાતમૂહુર્ત

નર્મદા જિલ્લાના ૩૯ ગામોને સિંચાઇ માટે દિવસે વીજળી મળશે રાજ્યભરના ૨૭૦૨ ગામના ખેડૂતોને કિસાન સૂર્યોદય યોજના હેઠળ બીજા ચરણમાં સમાવાશે, નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે કાર્યક્રમ યોજાયો જેમાં સૌરભ પટેલ ઉર્જા મંત્રી કુંવરજી બાવળીયા પાણી પુરવઠા મંત્રી પ્રદીપસિંહ જાડેજા રાજ્યકક્ષા ઉર્જા મંત્રી બચુભાઈ ખાબડ પ્રભારીમંત્રી ગ્રામ વિકાસ મનસુખ વસાવા સાંસદ ભરૂચ ગીતાબેન રાઠવા સાંસદ છોટાઉદેપુર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

નર્મદા જિલ્લાના ૩૯ ગામોને સિંચાઇ માટે દિવસે વીજળી મળશે રાજ્યભરના ૨૭૦૨ ગામના ખેડૂતોને કિસાન સૂર્યોદય યોજના હેઠળ બીજા ચરણમાં સમાવાશે. ખેડૂતો માટે વીજક્રાંતિ લાવનાર ઐતિહાસિક કિસાન સૂર્યોદય યોજનાના બીજા ચરણમાં  ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા દક્ષિણ ગુજરાતના પ્રથમ તબક્કામાં તિલકવાડા ખાતેથી શુભારંભ કરવામાં આવયો. જેનાથી નર્મદા જિલ્લાના ૩૯ ગામના ખેડૂતોને સિંચાઇ માટે દિવસે વીજળી ઉપલબ્ધ થશે. આ યોજનાના બીજા ચરણમાં PGVCL, UGVCL, MGVCL અને SGVCLના વિસ્તારના કુલ ૨૭૦૨ ગામોના ખેડૂતોને કુલ ૯૫૩ ખેતી વિષયક ફીડરોના ૨.૨૪ લાખથી વધુ ખેતી વિષયક વીજ જોડાણોને દિવસ દરમિયાન વીજ પુરવઠો આપવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here