કૃષિ કાયદાના વિરોધમાં અન્નદાતાનું આંદોલન યથાવત છે. સરકાર અને ખેડૂતો વચ્ચે આઠ તબક્કાની વાતચીત પૂર્ણ થઈ ગઈ છે. જ્યારે બીજી તરફ આવતીકાલે ખેડૂતો અને સરકાર વચ્ચે નવમી બેઠક યોજાય તે પહેલા આજે ખેડૂતો શક્તિપ્રદર્શન કરવા જઈ રહ્યા છે. ખેડૂતોના આંદોલનનો 42માં દિવસ છે. અને આઠ રાઉન્ડમાં યોજાયેલી સરકાર સાથેની બેઠક બાદ હવે નવા તબક્કાની બેઠક યોજાશે.

ખેડૂતોના આંદોલનનો 42માં દિવસ

ત્યારે આજે સંયુકત કિસાન મોર્ચાની આગેવાનીમાં ગાજીપુર બોર્ડરથી પલવલ સુધી ખેડૂતોની ટ્રેકટર યાત્રાનું આયોનજ થયુ છે. ઉલ્લેખનીય છે કે સતત દોઢ મહિનાથી ખેડૂતો કાળા કાયદા વિરુદ્ધ દિલ્હી બોર્ડર પર વિવિધ રીતે આંદોલન કરી રહ્યા છે.

નવમી બેઠક યોજાય તે પહેલા આજે ખેડૂતોનું શક્તિપ્રદર્શન

  • કૃષિ કાયદા વિરુદ્ધમાં આંદોલન ચલાવનાર ખેડૂતોની આજે ટ્રેકટર યાત્રા
  • આવતીકાલે સરકાર સાથે નવમાં રાઉન્ડની વાતચીત પહેલા ખેડૂતોનું શક્તિ પ્રદર્શન
  • ગાજીપુર બોર્ડરથી કેએમપી એક્સપ્રેસ વે પર ખેડૂતોની ટ્રેક્ટર યાત્રા

નવ જાન્યુઆરીએ કૃષિ કાયદાની કોપી સળગવવામાં આવશે

આ ટ્રેકટર યાત્રા કુંડલી માનેસર પલવલ એટલે કે કેએમપી એક્સપ્રેસ હાઈવે પણ યોજાશે..ખેડૂત સંગઠનોનું કહેવુ છે કે જો આઠ જાન્યુઆરીની બેઠકમાં કૃષિ કાયદાને રદ કરવાની માંગ સંતોષવામાં નહી આવે તો નવ જાન્યુઆરીએ કૃષિ કાયદાની કોપી સળગવવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here