વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં યોજાનારી એફ.વાય અને એસ.વાયની પરીક્ષામાં 50 ટકા કોર્સ ઘટાડવાની માંગ કરાઇ છે. પરીક્ષામાં 50% કોર્સ ઘટાડવા એબીવીપીએ કોમર્સ ફેકલ્ટીને તાળાબંધી કરી હતી.

કોમર્સ ફેકલ્ટીમાં ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.પરંતુ વિદ્યાર્થીઓ પાસે ગુણવત્તાયુક્ત શિક્ષણ પહોંચતું નથી. પરિણામે એ.બી.વી.પી.એ બી.કોમના વિદ્યાર્થીઓની એન્યુઅલ એકઝામમાં ૫૦ ટકા અભ્યાસ ક્રમની રાહતની માંગ કરી છે. એબીવીપીએ સૂત્રોચ્ચાર અને પ્લેકાર્ડ સાથે દેખાવો યોજી વિરોધ દર્શાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here